________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણું તથા અર્શ રોગ
૫૫
તેલમાં પકાવીને ઘણું ખરું ન થઈ જાય અથવા કાચું ન રહી જાય એવું બનાવીને પેટ પૂરતું ખાવું. એ સિવાય નવ દિવસમાં પાણી સિવાય બીજું કોઈ પણ જાતનું ખાનપાન લેવું નહિ. આ પ્રયોગથી હરસ નાબૂદ થઈ જાય છે, કારણ કે હરસના ઉપાયમાં દરેક ગ્રંથકારે સૂરણને પ્રધાન માનેલું છે, જે તુમાં જે વનસ્પતિ નવપલ્લવ થાય છે એટલે રસભરેલી થાય છે, તે વનસ્પતિ તે ઋતુમાં ઔષધ ગણાય છે. તે નિયમ પ્રમાણે સૂરણ શરદઋતુમાં એટલે આશો મારામાં રસ ભરેલું, નવું અને તાજું મળી શકે છે. તેથી આ પ્રયોગ જેણે જેણે અજમાવ્યું છે તે સર્વે ને ફાયદે થયે છે, પણ સૂરણની સાથે બીજી જાતનાં ફરાળ કરનારને કાંઈ પણ ફાયદો થતો નથી.
આ હુસને રોગ ઉત્પન્ન થાય છે ત્યારથી જ તે કષ્ટસાધ્ય થાય છે અને જ્યારે હરસના રોગીને અગ્નિ મંદ પડી જાય છે અને શરીર પર સજા આવે છે; આંખ, નખ, જીભ પળાં, ઘેળાં કે કાળાં પડી જાય છે ત્યારે, એ રેગીની આશા છેડી દેવી પડે છે. હરસને રોગને માટે અમારો અનુભવ જેટલું હતું તે પ્રમાણે અમે લખ્યું છે, પરંતુ બીજા વિદ્વાન તથા અનુભવી વૈદ્યો ઘણી જાતના પ્રયોગો કરીને રોગીને સારા કરે છે. તેઓ મસાને ખેરવી નાખે છે અને રોગીની પીડાને શાંત કરે છે. તે તે વિદ્વાન ચિકિત્સક તેની કીર્તિમાં વધારો કરવા માટે અને જગતના કલ્યાણ માટે પિતાને અનુભવ કઈ પણે જાતના ગુરુમત રાખ્યા સિવાય, ખુલ્લા દિલથી જાહેરમાં મૂકશે તે આવા કષ્ટસાધ્ય બલકે અસાધ્ય મનાતા રોગથી પીડાતા લા રોગીને આશીવાદ મેળવશે તથા આયુર્વેદની કીર્તિને દિગંતમાં ફેલાવશે, એવી આશા રાખી અમે વિરામ પામીએ છીએ.
For Private and Personal Use Only