________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ
ખાલી, લંબગોળ ગળીઓ મળે છે. તેમાં આ ભૂકે ભરી તેનું ઢાંકણું બંધ કરી પાણી સાથે ગળવાથી ગળામાં કે જીભમાં ચૂર્ણ લાગતું નથી. પણ પેટમાં જઈને તે ગળી ફાટી જાય છે અને હરસ ઉપર તાત્કાલિક અસર કરે છે. એ એમટી કેસુલ નંબર એક, એક શૂન, બે શન અને ત્રણ શૂન સુધીની આવે છે. તેમાં નંબર બે શૂનની કેસુલ ઘણી વડવાળી છે. તેમાંની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર ગળવાથી ગણે ફાયદો થાય છે. જે હરસે લેહી પડતું હોય તે એ ગોળી ગળ્યા પછી, ઉપરથી ડીક છાશ પાવી. શરૂઆતમાં હરસને ઉપાડવાના કારણરૂપ સૂકાં મરચાં, વેગણ, કાગળ, કેરાનું અથાણું અને બાજરીને રોટલો એટલું બંધ કરાવવું ને પછી લેહી તથા ફાટ નરમ પડી જાય એટલે આ કેસુલની ગળી ચાલુ રાખી એકેક વસ્તુ ખવડાવતા જવી. એક વસ્તુ ખવડાવવાથી, જ્યારે હરસ ઊભળે નહિ ત્યારે બીજી વસ્તુ ખવડાવવી એવી રીતે જે રોગીને જે જે વસ્તુ ખાવાથી હરસ જેર કરતા હોય તે તે વસ્તુ, એક પછી એક ખવડાવતા જવી અને આ ગેળી ચાલુ રાખવી. એવી રીતે કરવાથી હરસ નરમ પડી જાય છે તે ફરી ઉપડતા નથી. જે મસા ઉપર દવા ચાપડી શકાય એવી અવસ્થા હોય તે ઉપર કહેલ હરતાલનો મલમ પડતા જ. એ મલમથી વધારે ફાયદે થશે, પણ અગન બળશે નહિ, બીજું હરસના રોગી માટે આસો માસમાં આવતું નવરાત્રિનું વ્રત્ત કરવાને અમે ખાસ આગ્રહ કરીએ છીએ, પણ તે માતાની પ્રસન્નતાને માટે નહિ પરંતુ હરસના રોગને નાબૂદ કરવાને માટે છે. જે કોઈની ઈચ્છા હોય તો નવરાત્રીના નવ દિવસ સુધી નવ અપવાસ કરીને નવે દિવસ વળતું સૂરણ બાફીને અથવા મીઠા સૂરણને કટકા કરીને, પાણી નાખ્યા વિના મીઠું, હળદર અને ધાણાજીરું નાખી
For Private and Personal Use Only