________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અથવા પિતે અત્યંત મિથુનનું સેવન કરનારી અને ગર્ભાવસ્થાના તથા પ્રસૂતાના નિયમને ભંગ કરી યથેચ્છ ખાનપાન કરનારી સ્ત્રી
માં એ સંગ્રહણીને રોગ વિશેષપણે જોવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ પહેલી સુવાવડમાંથીજ બગડે છે, પણ જેમ તેમ કરતાં સારી થાય તે બીજી કે ત્રીજી સુવાવડે તે જરૂર મૃત્યુને શરણ થાય છે. એટલા માટે ગર્ભિણીને ગર્ભિણીના રોગોથી બચાવી, હલકે અને પૌષ્ટિક ખોરાક આપી, પ્રસૂતિના સમયમાં પથ્યાપથ્યને વિચાર કરી, અજીર્ણ થાય નહિ એવું ખાનપાન આપી, તેની સારવાર કરવામાં આવે, તે જ તે અતિસાર, સંગ્રહણી, જીર્ણજવર અને ક્ષયની બીમારીથી બચી શકે. એટલા માટે આટલી સૂચના કર્યા પછી અતિસાર તથા સંગ્રહણની ચિકિત્સા તથા તેના ઉપાયે નીચે પ્રમાણે લખીએ છીએ. - જે ગર્ભિણી સ્ત્રીને પાતળા ઝાડા થતા હોય અથવા પ્રસૂતિ થયા પછી સંગ્રહણી થઈ હોય અને તે અતિસાર કે સંગ્રહણી જુદી પારખવી હોય, તો તે સ્ત્રીની જીભ તપાસવી. જે જીભ ઉપર જીભના અંકુરો કાયમ જણાય અને જીભ રાતી પીળી છારીવાળી દેખાય, તે તેને અતિસાર થયું છે એમ જાણવું. પણ જીભની ઉપરના અંકુરે બધા સમાઈ જાય અને જીભ લીસી, કમળ હથેલી જેવી સપાટ દેખાય અને તે ઉપર ચાંદી પડી ગઈ હોય, અથવા માં આવેલું રહેતું હોય, તે તેને સંગ્રહણી થઈ છે એમ જાણવું. કારણ કે આમાશયમાં આમ કા ઉત્પન્ન થવાથી જીભના રેષા બગડતા નથી પણ પીળી છારી આવે છે. પરંતુ પકવાશય અને આમાશયમાં પાચકરસ દધ થવાથી, આમાશય અને પકવાશયમાં રસને ચૂસવાવાળી ધમનિઓના સ્ત્રોતો પાકી જવાથી તથા મુખ્ય આંતરડામાં ચાંદી પડવાથી જીભ ઉપર તે ચાંદી દેખાય છે. એટલા માટે જ્યાં સુધી આમાશયમાં તથા પકવાશયમાં સુધારો
For Private and Personal Use Only