________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
--
-
-
-
-..
.
......
.
..
-
-
-
,
,
,
,
, ,
, , ,
,
,
, ,
અતિસાર, સંગ્રહણી તથા અર્શ રેગ ૪૩૯ રોગ થવાથી સળેખમ થાય છે. સાધકપિત્તને હીનાગ અને અવલંબન કફના અતિગથી છાતી સ્તબ્ધ થાય છે, ઓડકાર મીઠા આવે છે, ગ્લાનિ થાય છે અને સ્ત્રીના પ્રસંગમાં સાધકપિત્તના હીનગને લીધે કામદેવ ઉત્પન્ન થતું નથી. અપાનવાયુમાં કલેદન કફને અતિગ થવાથી, કફથી રક્ત તૂટેલે, કાચ અને વજનદાર મળ નીકળ્યા કરે છે. પાંચ પ્રકારના કફના અતિગથી અને પાંચ પ્રકારના પિત્તના હીનાગથી શરીર બહારથી પુષ્ટ જણાય છે, પણ અંદરથી નિર્બળ થતું જાય છે અને આળસ આવ્યા કરે છે, તેને કફસંગ્રહણ કહે છે.
૪. ત્રિદોષ સંગ્રહ –વાતસંગ્રહણી, પિત્તસંગ્રહણી અને કફસંગ્રહણીમાં મળાશય, પિત્તાશય અને કફાશયમાં તે તે સ્થાનધિપતિ વાયુ અને પિત્તને હીનાગ થવાથી અને કફને અતિ
ગ થવાથી, ત્રણે લક્ષણવાળા ઉપદ્રને ત્રણે સ્થાને પૈકીના હીન, મિથ્યા અને અતિવેગથી ત્રણ પ્રકારનાં લક્ષણવાળા અને રંગવાળા તથા એ ત્રણ પ્રકારના ઉપદ્રવવાળા જે ઝાડા થાય છે, તેને વિદેષસંગ્રહણી કહે છે. એ સંગ્રહણીથી વિશેષ ઉપદ્રવ હેવાથી જે સંગ્રહણીમાં ગડગડાટ થાય છે તેને ઘટીયંત્ર-સંગ્રહણી કહે છે. જેમાં કાચો આમ તૂટી પડે છે તેને આમ સંગ્રહણી કહે છે. તેથી તેનું જુદું વર્ણન કરવાનું યોગ્ય ધાર્યું નથી, પરંતુ જેને જાણ વાની ઈચ્છા હોય તેણે માધવનિદાન અને ભાવપ્રકાશમાં જોઈ લેવું.
અમારા અનુભવ પ્રમાણે ઉપર લખેલા અતિસાર અને સંગ્રહિણીના રંગો પુરુષમાં કવચિત કવચિત જોવામાં આવ્યા છે; પરંતુ ગર્ભિણી સ્ત્રીને ગર્ભાવસ્થામાં પાતળા ઝાડા એટલે અતિસાર થાય છે અને તે પ્રસૂતા થયા પછી તે ઝાડાને રેગ સંગ્રહણીમાં ફેરવાઈ જાય છે. વર્તમાનકાળમાં કાચા બાંધાવાળી, ટૂંકી ઉ. મરમાં ગર્ભ ધરનારી, પતિની અતિ વિષયવાસના તૃપ્ત કરનારી
For Private and Personal Use Only