________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
- -
-
-
-
છે. વાના કે વૈદ્ય અમારા પચાસ રૂપિયા ખાઈ ગયો ! માટે હવેથી એ વૈદ્ય સાથે આપણે કામ પાડવું નહિ. એવી રીતે દરદની કિંમત ઠરાવી અર્ધા રૂપિયા આગળથી લેનાર વૈદ્યને અપકીતિના ભેગ થવું પડે છે. તેમજ જે વૈદ્યો ઈનામની આશા રાખનારા છે, તે વૈદ્યોની દશા એવી થાય છે કે, જરા જરા દદીને ફેર પડવા માંડે એટલે તેને તથા તેનાં સગાંને તથા તેના મિત્રોને અને તેના મુનીમને એમ કહેવાનો આરંભ કરે છે કે, જુઓ સાહેબ! આ રોગ ઘણે ભયંકર છે, પણ એને હું જ સારા કરી શકું એમ છું. એમને માટે હું જે દવા વાપરું છું તે ઘણું જ કીમતી છે, એટલા માટે શેઠ સાહેબને સારું થયા પછી, મારે માટે કાંઈયાદગારી કે ઈનામની ગોઠવણ કરશે અથવા કરાવશે. થાય છે એમ કે, તે રોગી સારે થાય છે અને વૈદ્યરાજને ઈનામ મળે છે. પણ તે ઈનામ ઉપર ચાર જણાને સરખો દવે લાગુ પડે છે. ચાર પિકી દરેક માણસ જુદે જુદે વખતે વૈદ્યને માથે ભાર મૂકે છે કે વૈદ્યરાજ ! આ ઈનામ મેંજ અપાયું છે! હું ન હતો તે શેઠ એક પાઈ પણ આપે એમ હતું નહિ. તે વખતે તે વૈદ્યરાજને તે ઈનામ ઘણું ગળ્યું ગળ્યું લાગે છે, પણ કામ પૂરું થયા પછી તે ઈનામ અપાવનારાઓ ઈનામના બદલામાં વૈદ્ય પાસે જે કામ કાઢી લેવા માગે છે, તે વખતે વગર પિસે સપાડામાં કામ કરતાં વૈદ્યને કડવું ઝેર લાગે છે, અને જરા જે બેદરકારી બતાવી તે ચારે જણ વૈદ્યની નિંદા કરવા લાગી જાય છે. જેથી બીજી વખત તે વૈદ્યને બોલાવતાં કચવાય છે અથવા કોઈ બોલાવતા હોય તે ઝટ કહેશે કે, વૈદ્ય તે ઘણે લેભિયે છે. એવી રીતે ઈનામ લેનારની પણ કીર્તિ વધતી નથી. માટે અમારે અનુભવ એ છે કે, વર્તમાનકાળમાં દરેક ધંધામાં ઉપરની ટાપટીપ અને આડંબર અંગ્રેજી ઢબ પર રાખ વામાં આવે છે, અને અંદરની રીતભાતમાં દેશી પદ્ધતિ રાખવા
For Private and Personal Use Only