________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નન
ન
નન
=
-
-
-
- ---------
- —
- --
-- - --
- -
- -
-
-- -
— -
-
---
- -
-
--
- ----
-
-
-- * ----
-
---
--
-
-
૨૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે એટલા માટે દેશી વૈદું કરનારા દરેક વૈદ્યરાજને અમારી ભલામણ છે કે, આપણામાં આપણને પાછા હઠાવવા માટેના અને હાથમાંનું થોડું ઘણું અમૃત હોય તે ઢળાવી નાખવાના કારણભૂત આપણું જે અવિદ્યા છે, તેને છોડવાનો પ્રયત્ન કરવાની આપણું સર્વની ફરજ છે. મારા અનુભવ પ્રમાણે દેશી વૈદકને દબાવવાનાં, પાછા હઠાવવાનાં અને અપકીર્તિ મેળવવાનાં પાંચ કારણે ઉપસ્થિત થયેલાં છે. એ પાંચ કારણેને પ્રતિરોધ કરવામાં આવે, તે જરૂર વૈદ્યોના હાથમાં છલોછલ ભરેલે અમૃતકુંભ આવી જાય. તે પાંચ કારણ તરફ અમારા વૈદ્યરાજોનું ધ્યાન ખેંચવામાં આવે છે.
૧. અમારા ગુજરાતમાં ઘણા વૈદ્યો માત્ર નાડી પરીક્ષા, કાળજ્ઞાન અને ગત ભણી ગુરુમુખથી પાંચદશ જાતનાં ઓસડે જાણ્યાં એટલે વૈદ્ય બની જાય છે. ઘણાજ થોડા વૈદ્યો ત્રિષ, ચિકિત્સાસાર કે શારંગધરના અભ્યાસી હેય છે. પરંતુ અમારું માનવું એવું છે કે, જે વૈદ્યરાજે વૈદકના ધંધામાં સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય, તેણે આઘોપાત્ત ભાવપ્રકાશનું અધ્યયન કરવું જોઈએ; અને જેને અધ્યયન કરવાને અવકાશ ન હોય તેણે ભાવપ્રકાશને ઘણી વાર વાંચીને તેનું મનન કરવું જોઈએ. કારણ કે ભાવપ્રકાશ એક એવો સંગ્રહગ્રંથ છે કે, જેમાં વૃદ્ધાત્રયી, લઘુત્રયી અને રસવિદ્યાને સારાંશ આવી જાય છે. એટલા માટે વેદ્યકનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું એ વૈદ્યોનું પ્રથમ કર્તવ્ય છે.
૨. કેટલાક વૈદ્યો પિતાના વિદ્યાર્થીઓને વૈદક શીખવી દવા બતાવે છે. પરંતુ તેમને પોતાને ઘેર ગયા પછી (દવા બનાવતાં જોયેલી નહિ હેવાથી) કિયામાં ગૂંચવાડો ઊભું થાય છે. એટલા માટે દરેક વૈદ્યરાજે વિદ્યાર્થીના અભ્યાસક્રમનાં વર્ષો પૂરાં થયાં પછી તે વિદ્યાર્થીને પિતાને ઘેર જઈ ઔષધાલયે ખેલવા માટે પિતાને ત્યાં જેટલી ઓષધિ વપરાતી હોય તેટલી પિતાની દેખરેખ નીચે
For Private and Personal Use Only