________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
મંદાક્રાન્તા છંદ વિશ્વાધારા વિનતિ કરવા વિશ્વમાં એક તું છે, બીજે કઈ તુજ વિણ નથી એમાં આશ્ચર્ય શું છે; બીજા દેવે ભમતા ભવમાં ઊલટી આશા રાખે, નિઃસ્વાર્થે તે જગતજનને સત્યને માર્ગ દાખે. ૪
દુમિલા છંદ કર બહાર વિભુ દુઃખમાં ડૂબતાં ભવસાગર પાર ઉતારે મને, મનમાંહી અતિ કિલિવષ ભર્યું તરવાનું નથી બલ આતમને, તમને વિનતિ કરી એમ વંદું બલ બુદ્ધિ દિયે દઢતાજ મને, જમને જિતવા સકમ કરું પછીથી ન ગણું દુખસાગરને. ૫
છપય છંદ કર કરુણા જગદિશ શિશ નમાવું સ્વામી, જગતારણ જગ તાત આપ છો અંતરયામી; અલબ અગોચર નાથ વિભુ અજરામર આપે, કરું વિનતિ કરજોડ ટાળ વિવિધના તાપ; પાપ કાપ સંતેષ હર આપ મતિ રૂડી અને રચું ગ્રંથ હે ગુણ ભ તે શક્તિ આપો મને. ૬
મેતીદામ છંદ પ્રભુ પરમાતમ પુરણાનંદ, વિભુ અજરામર આનંદકંદ, તમે કરે સેવકની પ્રતિપાળ, દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૭ રચ્યું નિજ શક્તિ થકી જગ જેહ, પાર મુનિ પંડિત પામે નતેહ રહે સુખી સર્વયુવા વૃદ્ધબળ,દિયે મતિ ઔષધ જ્ઞાન વિશાળ. ૮ વનસ્પતિ ઔષધિ વૃક્ષ અનેક, કર્યા ગુણ જૂજવા જૂજવા છેક; ફળ મૂળમંદ ત્વચા તણે તાલ,દિયે મતિ ઔષધજ્ઞાન વિશાળ. ૯
For Private and Personal Use Only