________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૬૯
લેહીમાં પ્રવેશ કરી, બાળકનાં ફેફસાં અને હૃદયને નબળાં પાડી નાખે છે. જે વખતે બાળકની છાતીને ખુલી રાખી હવાને સ્પર્શ થવાની જરૂર છે, તે વખતમાં હૃદય ઉપર ગરમ કપડું રહે વાથી, હવા નીકળી શકતી નથી અને પ્રવેશ પણ કરી શકતી નથી; એટલે ઘણા રોગો ઉત્પન્ન થવા સંભવ છે. હૃદય ઉપર ખુલ્લી હવા લાગવાથી હૃદયને પુષ્ટિ મળે છે એવા હેતુથી, પશ્ચિમના વિદ્વાને હાર્ટ ડિઝીઝ” એટલે હદયની શૂળવાળા દરદીને છાતી ઉપર મારવા માટે બેલેડોના પ્લાસ્ટર” ની પટ્ટી આપે છે. તે પટ્ટીને પણ પ્રમાણસર જાળી જેવાં કાણાં પાડે છે. તેને હેતુ છાતીમાં હવાને પ્રવેશ કરાવવા સારુ અને છાતીને પસીને બહાર કાઢવા સારુ તે કાણું પાડેલાં છે. તે પછી આપણા લેકે છાતી ઉપર ગરમ કપડું રાખી, શો ફાયદે ઉઠાવતા હશે, તે સમજી શકાતું નથી. કેટલાક મોટા માણસે પણ, ઉનાળાની ઋતુ હોવા છતાં, ગરમ ગછફરાક પહેરી રાખે છે, અને એવી બડાઈ મારે છે કે, આ ગરમ મંજીફરાક પહેરવાથી પસીનો વળે છે પણ તેથી શરીરમાં તેની ભીનાશને લીધે ઠંડક રહે છે. પરંતુ અમે ઘણા પુરુષ કે જે ગરમ ગંજીફરાક પહેરનારા છે, તેઓને છાતીના દુખાવાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. છાતીમાં દુખાવાની ફરિ. યાદ કરનારાને અમે પ્રથમ એજ પ્રશ્ન પૂછીએ છીએ કે, તમે ગરમ ગંજીફરાક પહેરે છે? તેના જવાબમાં તે જે હા કહે તે ગરમ ગંજીફરાક નહિ વાપરવાની તેને સખત ભલામણ કરીએ છીએ. જેથી કોઈ પણ જાતની ઔષધિ આપ્યા સિવાય, થડા દિવસમાં તેને દુખાવે મટી જાય છે. પરંતુ જેને ગરમ ગઝફરાક પહેરવાની ટેવ પડી હોય છે તેને તે પહેર્યા વિના ચાલતું નથી. તે અમે તેને શરીર ઉપર સુતરાઉ ગંજીફરાક પહેરી, તેના ઉપર ગરમ ગંજીફરાક પહેરવાની છૂટ આપીએ છીએ.
For Private and Personal Use Only