________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૪૯
નથી પણ તે અન્નને સ્નેહાળ બતાવી, અન્ન પચે એવા કાઠાવાળાને પુષ્ટ બનાવવા માટેનું એક સ્નેહન દ્રવ્ય છે. માટે અન્ન ખાવાને સારુ જ્યારે કુદરત દાંત આપે, ત્યારેજ તેને અન્ન સાથે ઘી આપવું. તે દરમિયાનમાં માતાના દૂધથી બાળકનું પેટ ન ભરાય, તે ગાયનું, બકરીનુ અને છેવટે તે જો નજ મળે તે ભેશનુ દૂધ લાવી, તેમાં અધુ પાણી ઉમેરી, તેમાં પાંચદશ દાણા વાયડિગના જરા ખાખરા કરીને નાખી, તેને ધીમે તાપે ઉકાળી, માત્ર પાણી મળી જાય અને દૂધ બાકી રહે ત્યારે નીચે ઉતારી, ઠંડું પાડી કપડાથી ગાળી લઇ શીશીમાં ભરી મૂકવુ' અને તે દૂધ બાળકને પાવું. પણ એટલું તે યાદ રાખવુ’ કે, એક વાર ઉકાળેલા દૂધને ફરીથી ઊત્તુ' કરવું નહિ. સવારના ઉકાળેલા દૂધને સૂર્યાસ્ત પછી પાવું નહિ ને શતને માટે ફ્રીથી બીજી દૂધ બનાવી લેવું અને તે દૂધ સૂર્યહૃદય થયા પછી પાવુ” નહિ. અને “ આ દૂધ મારા બાળક માટે લાવ્યે છુ, મારું બાળક આટલું બધું દૂધ પીએ છે ” એવુ કાઇને મેાઢે કહેવું નહિ. તેમ જ્યારે જ્યારે દૂધ પાવાનુ` હાય ત્યારે ત્યારે એકાંતમાં કાઇની નજર ન પડે તેવે સ્થળે બેસીને પાવું, પણ જો કોઇને મેઢે “મારું બાળક આટલું દૂધ પીએ છે” એમ કહ્યું અને સાંભળનાર માણસ આશ્ચયથી એટલેજ શબ્દ ખેલશે કે, “ અહે!! આટલું બધું દૂધ પીએ છે!” એટલુ' કહેવાથીજ, તેજ દિવસથી તે બાળક દૂધ પીતુ અટકી જશે, એટલા માટે ફ્રીફીથી કહેવામાં આવે છે કે આળકના દૂધની વાત કેાઈને કરવી નહિ, તેમ બાળકને સ્તનપાન કે દૂધપાન પણ કાઇના દેખતાં કરાવવું નહિજ જો બાળકને દાંત આવતા પહેલાં ઘી આપવામાં આવશે, તે તેને વાવળી કે સસણીને રાગ જલદી લાગુ પડી જશે,તેમજ જ્યારે બાળકના દાંત ફૂટવાને વખત થશે, ત્યારે તે બાળકને પાતળા ઝાડા થશે અને શરીર એટલુ' બધુ લથડી જશે કે માતાપિતા ફિકરમાં પડી જશે. અને
For Private and Personal Use Only