________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા
તે શરબત, જેને કઠે રતવા હેય તે સ્ત્રી જ્યારે ગર્ભ ધરે અને ત્રીજે મહિને બેસે ત્યારે સવારસાંજ એકેક તેલે, પાણીમાં મેળવી પાવું. એટલે એક મહિનામાં એક બાટલી ખલાસ કરવી. તે પછી પાંચમે મહિને એક બાટલી શરબત ઉપર પ્રમાણે પાવું. તે પછી સાતમે મહિને ઉપર પ્રમાણે પાવું. તે પછી છોકરું જન્મે અને માતા ચાળીસમું નાહી સુવાવડમાંથી ઊઠે, તે પછી એક બાટલી પાવું. આ પ્રમાણે ચાર બાટલી શરબત જે સ્ત્રીને પાવામાં આવે છે, તે સ્ત્રીના કેઠામાં રતવાની અસર બિલકુલ રહેતી નથી અને તેના બાળકને કોઈ પણ વખતે રતવાને રેગ થતું નથી. વિશેષમાં જણાવવાનું કે, જે સ્ત્રીના કોઠામાં રતવા હેય, તેને દરેક ગર્ભ વખતે આ શરબત પાવાની જરૂર નથી, પરંતુ એકજ ગર્ભ વખતે પાવાથી, આખી જિંદગી સુધી પણ ગમે તેટલાં બાળક થાય તે પણ તેને રતવા થતું નથી. પરંતુ અમારે ખુલાસો કરે જોઈએ કે, જ્યારે જ્યારે આ શરબત પાવાને વખત આવે, ત્યારે ત્યારે તે શરબત તા તાજુ બનાવીને પાવું. જે પૈસાના લેભથી અને વારેવારે બનાવવાના આળસથી, સામટા શીશા બનાવી મૂકશે તે શરબત સડી જશે, અને તેને ફેંકી દેવું પડશે. એ શરબત પીતી વખતે, તે સ્ત્રીને કેઈ પણ જાતનું વિશેષ પથ્ય પાળવાની જરૂર નથી.
ઘણક માતા પિતાને દૂધ ઓછું આવવાથી બાળકને મધ અને ઘીનું ચાટણ કરાવે છે. અને તે બાળક થેડી પણ ખાવાની ઈચ્છા ધરાવતું જણાય તે તેને ખોરાક આપવાની ઉતાવળ કરે છે. અને તેમાં ઘણી માતાઓ એમ સમજતી જણાય છે કે, જેમ જેમ ઘીવાળે, સાકરવાળો, બદામવાળે–ખોરાક બાળકને અપાય, તેમ તેમ બાળક ઉતાવળે મોટું થઈ બળવાન થાય. પરંતુ કુદરતને કાયદે એ છે કે, જ્યાં સુધી બાળકને સંપૂર્ણ દાંત ફૂટી રહે નહિ, ત્યાં સુધી તેને ઘી આપવું નહિ. કારણ કે ઘી કંઈ આહારની વસ્તુ
For Private and Personal Use Only