________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા ઘાતક નીવડે છે. કેઈ પણ પ્રકારને એ રોગ ઉત્પન્ન થયે હોય કે તુરત તેની માતાને તેલ, ઘી, મરચું અને ગળપણવાળે રાક બંધ કરાવ. સસણી હોય તે દૂધ ખાવાની છૂટ આપવી, પણ વરાધ કે વાવળીમાં દૂધ પણ બંધ કરાવવું અને જે બાળક ધાવે તે તેને ધાવવા દેવું. પણ બાળક બે દહાડાનું ભૂખ્યું છે અને આહાર વિના કરમાઈ જશે એમ ધારી તેને કઈ પણ જાતનું દૂધ પાવું નહિ; કારણ કે બાળકના પેટમાં ભૂખ લાગી હશે, તે તે ધાવ્યા વિના રહેવાનું નથી. અને આપણું અક્કલ પ્રમાણે ભૂખ લાગી હશે એમ ધારી તેને દૂધ પાઈએ, તે દૂધ નહિ પચવાથી અજીર્ણ થઈ તેના પેટમાં દૂધિયા કરમ ઉત્પન્ન થશે. એવી અવસ્થામાં નીચે લખેલા ઉપાયે કરવાથી બાળક જલદી સારાં થાય છે.
શીતભંછ રસ – પારે, ગંધક, પારાગંધકમાં મારેલું તાંબું, વછનાગ, સૂંઠ, મરી, પીપર ફુલાવેલે ટંકણખાર એ સર્વને સમભાગે લઈ, વાટી,વસ્ત્રગાળ કરી, ચિત્રાના ઉકાળાના ત્રણ પટ આપવા. પછી આદુના રસના સાત પટ આપવા અને પછી પાનના રસના ત્રણ પટ આપવા. પટ આપની રીત એવી છે કે, રસ એટલે નાખ કે મસાલે દૂધપાક જે નરમ થાય. પછી ખરલમાં ઘૂંટીને તેને ગોળી વળે એ બનાવે. અને તે પછી બીજા પટને માટે બીજો રસ કે ઉકાળે નાખે. એવી રીતે પટ આપીને તેની મરીના દાણા જેવડી ગોળી વળી, તડકે સૂકવી, શીશીમાં ભરી રાખવી. એ શીતભંજી રસ ઘણા કામમાં આવે છે.
માણેકરસાદિ ગુટિકા -એળિયો , બળ ૨, હિંગળક છે, માણેકરસ , કેશર ૧, પીપર ૪, મરી ૨, સુંઠ ૨, જાયફળ ૧, જાવંત્રી ૧, અકકલકરે ૨, એલચી ૧, તમાલપત્ર ૧,સિંધવ ૪, સં ચળ૪, જવખાર ૨, કુલાવેલે ટંકણ ૨, અજમેર, વાયવડિગર,
For Private and Personal Use Only