________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૩૫ હીનદશાને પામતા આવ્યા છીએ. જે આ પ્રમાણેજ ચાલુ રહેશે, તે પરિણામે આપણા દેશમાં, કેટલી નિર્બળ, ભીરુ, રોગગ્રસ્ત અને અલ્પાયુષી પ્રજા ઉત્પન્ન થશે તેનું અનુમાન કરી શકાતું નથી.
બાળકને ત્રણ વર્ષની ઉંમર થતાં પહેલાં, એટલે તે જ્યાં સુધી ધાવણ ઉપર જીવે છે, તે દરમિયાનમાં તેને એક એવો રોગ થાય છે કે, બાળક સુકાઈને માત્ર હાડપિંજર બની જાય છે. જેનું નિદાન આયુર્વેદના ગ્રંથમાં જોવામાં આવતું નથી. હાલના કેટલાક ઉદ્યો તેને “બાળશોષ” એવું નામ આપે છે, પરંતુ અમારા ગુજરાતમાં તેનું નામ “સુકતાન” તથા “રેવાસણ” કહે છે. સુકતાનનું લક્ષણ એવું છે કે, તેને છેડે તાવ હોય કિંવા ન હોય, પણ પાતળા ઝાડા આમજળસ સાથે થયા કરે અને બાળક સુકાઈને કેવળ અસ્થિરૂપ થઈ જાય. વાસણનું લક્ષણ એવું છે કે, બાળકને ઝાડા થાય નહિ પરંતુ ઝીણે તાવ લાગુ પડી જાય; જેથી બાળક સુકાઈને હાડપિંજર જેવું બની જાય. આ રોગ પણ આપણા ધર્મશાસ્ત્રની પ્રાચીન પદ્ધતિનું ઉલ્લંઘન કરવાનું ફળ છે. એની ઉત્પત્તિ એવી છે કે, સ્ત્રીને નાનું છેક ધાવણું હોય, તે છોકરું ખોયા અગર પથારીમાં સૂતેલું હોય અને તે વખતે સ્ત્રીપુરુષને સંગ થાય, તે અરસામાં પેલું છોકરું જાગી ઊઠે અને રડવા માંડે, જેથી તેને લઈ છાનું રાખવા માટે ધવડાવવાની જરૂર પડે. અથવા ન ધવડાવે તો પણ પોતાના હાથમાં તથા ખોળામાં કે પાસામાં દાબી દે ને છાનું રાખવાની જરૂર પડે, તેથી આ રોગ થાય છે. કારણ એવું છે કે સુરતસમાગમથી સ્ત્રીનું અંગ શ્રમિત થઈ તૃપ્ત થાય છે અને તેથી હાથ અને પગમાંથી જે ઓરા (વીજળને પ્રવાહી વહે છે, તેની સાથે ગરમી અશુદ્ધ થઈ બાળકના શરીરમાં પ્રવેશ કરે છે, અને તે સમયમાં માતાના સ્તનનું દૂધ જાડું, પીળું, ખાટું કે વિરસ થઈ જાય છે, તેથી બાળકને દૂધ પચતું નથી, એટલે તેને ઝાડાને
For Private and Personal Use Only