________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. છતાં જે ભૂલચૂક રહી ગઈ હોય તે વિદ્વાનોએ સુધારીને વાંચવા કૃપા કરવી અને જે અપૂર્ણતા જણાતી હોય, તે વિદ્વાન આયુર્વેદાચાર્યોએ પોતે પોતાના તરફથી બીજી નિબંધમાળાઓ લખીને પૂર્ણ કરવી એટલુંજ આ નિબંધમાળાનું પ્રયોજન છે. અમિત વિસ્તાર पश्चिद वरेषुकिमधिकम् ।
લી. આપને પાકાંક્ષી, શાહ તિલકચંદ તારાચંદ વૈદ્ય-સુરત
लेखक- निवेदन
भाग २ जो
આયુર્વેદ નિબંધમાળાને પ્રથમ ભાગ આપે ધ્યાન દઈને વાંચો હશેજ. આજે બીજો ભાગ આપને સાદર કરવામાં આવે છે, તે લક્ષપૂર્વક વાંચશો, છતાં અમારે કહેવું જોઈએ કે, આ બીજા ભાગના બીજા નિબંધમાં પીયૂષ પાણિનો નિબંધ વાંચી તે ઉપર મનન કરી તે પ્રમાણે વર્તવાથી વૈદ્યોના હાથમાં જરૂર અમૃત આવશે. નિબંધમાળાને ત્રીજો નિબંધ પતુદર્પણને છે. શુશ્રુત અને ચરક જેવા મહાન અને આદિ ગ્રંથોમાં પણું હતુનું વર્ણન ઘણુંજ ટૂંકાણમાં કરેલું છે; એટલું જ નહિ પણ વૈદ્યકના પ્રાચીન પુસ્તકોની ઋતુચર્યા તથા દીનચર્યા વાંચતાં સમજાય છે કે, એ વિધિએ રાજામહારાજાઓ માટે લખાયેલી છે; પણ ઋતુના હીનયોગ, મિથ્યાગ અને અતિયોગથી વાતાવરણમાં શું ફેરફાર થાય છે અને તે ફેરફારથી પ્રજાજીવન તથા મનુષ્યના ઉપર શી અસર થાય છે, તે જાણી શકાતું નથી; જેથી હાલના સમયમાં વાતાવરણ–વિદ્યા વૈદ્યોમાં નાશ પામી છે એમ જણાય છે; અને તેથી જ કહેવામાં આવે છે કે “હવાના ગુણદોષમાં વૈદ્યો શુ સમજે ? એ તે ડોકટરોજ સમજે અને તે જે કહે તે જ ખરું.” એવું બેલનારા અમારા વૈદ્યરાજે જ
For Private and Personal Use Only