________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 14. છે, ભૂલને પાત્ર છે; છતાં અજ્ઞાન દશામાં અહંકારથી એવું સમજે છે કે, હું જે સમજું છું તે પૂર્ણ છે અને મારા કરતાં ઇતર મનુબે મારા જેટલું સમજતાં નથી. એટલે હું જે કરું છું અને કહું છું તે પૂર્ણ વાજબી અને સત્ય છે, માટે મારામાં કેઈએ ભૂલ કાઢવી નહિ. આ રિવાજ ઘણા પ્રાચીનકાળથી ચાલતે આવેલો હોવાને લીધે, આખી દુનિયાની પ્રજામાં જુદા જુદા વિચારના જુદા જુદા સમૂહ જોવામાં આવે છે. જે એમ ન હોય તે દરેક માણસના સુખદુઃખ અને પ્રતિકાર એકસરખા હોય અને જો એમ હેત તે આજકાલ આખી દુનિયામાં સુખ, શાંતિ, આનંદ અને લાંબા કાળ સુધી જીવવાને માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે અને જેને માટે નવીન નિબંધો, નવીન પુસ્તકો અને નવીન ચિકિતાઓ વધતી જાય છે તેનું પ્રયોજન હોત નહિ. પરંતુ અમારું માનવું એવું છે કે, અમે પિતે દરેક બાબતમાં અપૂર્ણ છીએ અને જગતના પ્રવાહમાં એક વિદ્યાર્થી તરીકેનું જીવન પૂરું કરવા માટે, પૂર્વજન્મના કૃતકર્મના સંકેત પ્રમાણે વહ્યા જઈએ છીએ. જેથી અમને ઇતર વિધાનના આશ્રયની, ઉપદેશની અને અનુભવની સંપૂર્ણ ઈચ્છા તથા લાલસા છે; પરંતુ કુદરતના નિયમ પ્રમાણે જ્યાં સુધી મનુષ્ય પિતાની પાસેનું બીજાને આપે નહિ ત્યાં સુધી બીજાની પાસેનું લેવાને માટે તે હકદાર થઈ શકતું નથી. એટલા માટે અમારા જીવન કલહમાં પ્રજાને ઉપયોગી થાય એવા કંઈક વિચારોને અનુભવ અમને થયો છે; તે અનુભવ અમારા વૈદ્યબંધુઓને આપવો અને તેઓ પાસેથી તેઓનો અનુભવ માંગો એટલું જ આ આયુર્વેદ નિબંધમાળા લખવાનું પ્રયોજન છે. બાકી અમારી સ્થિતિ અને આ અમારું કાર્ય આવું છે - यत्र विद्वज्जनो नास्ति श्लाध्य स्तत्राल्पधीरपि / निरस्त पादपे देशे एरंडोपि गुमायते // અર્થહેય નહિ વિદ્વાન જ્યાં, અલ્પબુદ્ધિ વખણાય; ઝાડ વગરના દેશમાં, એરેડ ક્રમ થાય, ઉપરના જેવી સ્થિતિ છે. તે છતાં આ આયુર્વેદ નિબંધમાળા પ્રગટ કરી છે, તેમાં બનતી સાવધાની, કાળજી અને દક્ષતા રાખવામાં આવી For Private and Personal Use Only