________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા ચાલતી હોય ત્યારે ખેડૂતની ભૂલથી અથવા અજ્ઞાનથી તેની બરાબર સારવાર થાય નહિ, તે વાતાવરણ એટલે તડકે અને હિંમથી તથા પવનના ઝપાટા અને હોજમ(છાયા) થી તે બીજ વિકિયા પામી સંકોચાઈ જાય છે, જેથી તે સંપૂર્ણ અવયવાળું, રસવાળું અને ગુણવાળું ઉત્પન્ન નહિ થતાં, હીનત્વને પામી ખામીવાળું બને છે તેમ માતાપિતાના એગથી ગર્ભથાનમાં જે ગર્ભનું ધારણ થયું હોય, તેને શારીરિક કે માનસિક ઉપદ્રવથી ભ ઉત્પન્ન થાય અને મનના વિચાર, શેક, ભય, કોધ, લજજા અથવા નિલ
જપણાને લીધે તેનાં આંગોપાંગ ખીલવવામાં નહિ આવતાં, તે સંકેચને પામી તેમાં હીનત્વ ઉત્પન્ન થાય છે. જેથી તેની માનસિક વૃત્તિઓ ભલે ઈદિ ઉપર હુકમ ચલાવે; પરંતુ તે ઈદ્રિ આજ્ઞા પ્રમાણે યથાસ્થિત કામ કરે નહિ, એટલે તેની કિયા નિષ્ફળ થાય છે. એટલા માટે ગર્ભરૂપ બીજનું સ્થાપન થયા પછી, તેને સૃષ્ટિના ખુલ્લા મેદાનમાં આવતાં સુધી, તેના ઉપર કોઈ પણ જાતની માઠી અસર થવા નહિ દેવી; એટલું જ નહિ, પરંતુ માઠી અસર થવાના જે ગે ઉત્પન્ન થાય, તેને પતિ પત્નીએ ચતુરાઈથી, હિંમતથી અને શાંતિથી બુદ્ધિપૂર્વક વિચાર કરીને તેનું નિવારણ કરવું, જેથી ગર્ભ ષિાઈ યથેચ્છ બાળકરૂપે જન્મી, જગતને નમૂનારૂપ જણાય. પણ જે તે પ્રમાણે તેનું રક્ષણ કરવામાં ન આવે, તે તે ગર્ભમાં વૃદ્ધિ પામતું બાળક, પિતાની વાસનાલિંગની ક્રિયા કરીને પિતાની વૃદ્ધિ કરવા માટે જે પરમાણુને આકષી પિતાનું શરીર રચે છે, તેમાં વાસનાલિંગ તથા જ્ઞાનતંતુઓને સેવ્યસેવક ભાવ ઉત્પન્ન કરી, શરીરયંત્રને ચલાવવા માટે તેના જે માર્ગો સરળતા ભરેલા થવા જોઈએ તેવા થઈ શકતા નથી. તે માટે ગર્ભમાં વીર્યનું સ્થાપન થયા પછી તે વીર્ય બાળકના રૂપમાં કેવી રીતે ફેરવાય છે તેને છેડેક વિચાર કરવાની જરૂર છે.
For Private and Personal Use Only