________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અહં નમઃ શાસ્ત્ર વિશારદ-કવિરત્ન-પીયૂષપાણિ આચાર્યશ્રી વિજય-અમૃતસૂરિજી મહારાજ-વિરચિત– ચતુર્વિશતિ જિનસ્તુતયઃ
(છન્દ : મન્દકાન્તા) (તે પંખીની, ઉપર પથરો, ફેકતાં ફેંકી દીધે.)
૧. શ્રી હષભદેવ ભગવાનની સ્તુતિ. જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યા–દિક વિભવને જે થયા મૌનધારી; વેર કીધે સુગમ સબળ મોક્ષને માર્ગ જેણે, વજું છું તે ઋષભજિનને ધર્મધારી પ્રભુને.
૨. શ્રી અજિતજિનની સ્તુતિ. દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં કરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન હેનું ધરે છે; આત્મા હારો પ્રભુ તુજ ને આવવા ઉલ્લુસે છે, આપ એવું બળ હૃદયમાં માહરી આશ એ છે
૩. શ્રી સંભવનાથની સ્તુતિ. જે શાતિનાં સુખ–સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભાવિકજનનાં ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણયભરની ભક્તિ જેને જ છાજે, વજું તે સંભવજિનતણા પાદપક્વો હું આજે.
૪. શ્રી અભિનન્દન સ્વામીની સ્તુતિ. ચોથા આરારૂપ નભ વિષે દીપતાં સૂર્ય જેવા, ઘાતી કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા; સાચે ભાવે ભવિકજનને આપતા મેક્ષ મેવા, ચોથા સ્વામી ચરણુયુગલે હું ચહું નિત્ય રહેવા.
For Private And Personal Use Only