________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
૨૧
હે પ્રભો! નિ:સંગ, નિર્મમ ને સમભાવભાવિત થઈને શુદ્ધ સંયમ-આચરણ કયારે કરીશ?
(૨૧) हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि,
श्रद्धापवित्रीकृतसद्विवेकः। मुक्तान्यसङ्गः समशत्रुमित्रः,
स्वामिन ! कदा संयममातनिष्ये? ॥२१॥ અનુવાદકયારે પ્રત્યે જિન દેહમાં પણ આપ બુદ્ધિને તજી શ્રદ્ધા-જળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્ત સજી સમ શત્રુ મિત્ર વિષે બની ત્યારે થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભા આનંદથી? ૨૧ ભાવાર્થ
હે જિનેશ્વર ! આ શરીરમાં પણ મને મારાપણું છૂટી જશે ને નિર્મલ–શુદ્ધ શ્રદ્ધાથી. સમ્ય દર્શનથી પવિત્ર બનેલો શુદ્ધ વિવેક મારામાં જાગૃત થશે, બીજામાં આસક્તિભાવ મારો છૂટશે, હું સંગ રહિત બનીશ, હું શત્રુ ને મિત્રમાં સમભાવ ધરીશ. મારે સમતા સાથે મમતા બંધાશે, હું વિશુદ્ધ સંયમ સ્વીકારીશ, હું ઉચ્ચ કેટિના ચારિત્ર ધર્મનું પાલન કરીશ, આવી ઉત્તમ ભાવના મને ખૂબ થાય છે. હે પ્રભોએ સર્વ કયારે થશે? આપ કૃપા કરો એટલી જ વાર છે. (૨૧).
For Private And Personal Use Only