SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ “સમાનોનો’ એવા વચનનો અભાવ હોવાથી તેની કલ્પના અયુક્ત છે. ભેદ હોય તો સમાનત્વ થાય, ભેદ ન હોય તો તો સર્વથા એકત્વ હોવાને લીધે સમાનત્વની ઉપપત્તિ જ બને નહિ. આમ સમાન પરિણામ એ જ સમાન બુદ્ધિ અને શબ્દ બન્નેની પ્રવૃત્તિનું નિમિત છે. આમ હોવાથી જે સમાન પરિણામ એક વિશેષમાં છે તે જ બીજા વિશેષમાં નથી. તો પછી ? (પાના નં. ૬૫) સમાનમાં સમાન પરિણામ હોય છે. આમ સામાન્યના વિચારમાં કહેલા દેશ અને સંપૂર્ણ રૂપ બે ભેદથી ઉત્પન્ન થતા દોષોને અવકાશ જ ક્યાં છે? એમ થયું ત્યારે વિશેષો પરસ્પરથી કેવલ વિલક્ષણ હોવાને લીધે સમાન બુદ્ધિ અને સમાન શબ્દની પ્રવૃત્તિનો અભાવ થઈ જશે એમ ન ધારવું, કેમકે વેલક્ષણ્ય હોવા છતા પણ સમાન પરિણામના સામર્થ્યથી પ્રવૃત્તિ થઈ શકશે; અને અહીં વિશેષ બુદ્ધિ અસમાનપરિણામના કારણે છે, યથોદિત બુદ્ધિ અને શબ્દદ્રયની પ્રવૃત્તિ આમ થશે. કહ્યું છે કે, વસ્તુનો જે સમાન પરિણામ તે જ સામાન્ય, અસમાન પરિણામ તે વિશેષ, અને વસ્તુ એમ અનેક રૂપવાળી છે. એટલે વસ્તુ સામાન્યરૂપ છે માટે જ વિશેષ રૂપ છે, કેમકે સમાન પરિણામ કોઈવાર પણ અસમાન પરિણામ વિના બનતો નથી. એમ જ વસ્તુ વિશેષ રૂપ છે માટે જ સામાન્ય રૂપ For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy