________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદરરોગ
(શ્વેતપ્રદર) રીઓના ગુપ્ત ભાગમાંથી પાતળું લાળ જેવું ચીકાશવાળું પાણી વહ્યા કરે છે. તેને પ્રદર કહે છે.
કેટલાક લેકે પ્રદરને સોમરોગ સાથે સરખાવે છે. અને રેગ એક જ હોવાનું માને છે. પરંતુ એક નિષ્ણાત ડેકટર શ્રી રતીલાલ કુંવરજી શાહ (જેમના સંપર્કમાં હું ઘણીવાર આવેલ)ના મત પ્રમાણે પ્રદર એ ગર્ભાશયને રેગ છે. જ્યારે સેમરોગ એ મૂત્રાશયને રેગ છે.
પ્રદરવાળી રૂગ્ગાને નિમાં દર્દ, ગરમી, ખુજલી, શરીરનું ભારેપણું, સુસ્તી, નબળાઈ બેચેની, કબજિયાત, આંતરડામાં ગરમી, કૃશતા, કયારેક ગર્ભાશયના મુખમાં સેજે, વારંવાર ગર્ભપાત ઈત્યાદિ અસર થાય છે.
અતિશય મૈથુન, અપથ્ય આહાર, કુદરતી હાજતે અટકાવી રાખવી, વિપરીત મૈથુન વગેરે કારણે આ રોગના જન્મદાતા છે. ઘણી સ્ત્રીઓને વિષય સંબંધમાં અતૃપ્તિ પણ આ રોગનું કારણ બને છે.
ચિકિત્સા :- આ રોગમાં અશોક છાલની બનાવટ સારે ફાયદો કરે છે.
For Private and Personal Use Only