________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) પ્રદરચિંતામણી – પ્રવાલભસ્મ ગુલાબી તે. ૧, રૂમી
મસ્તકી તે. ૨, વાળો તે. ૨, તબંગભસ્મ તે. ૧, દાડમની છાલ તે. ૨, સુવર્ણમાક્ષિક ભસ્મ તે. ૧, સાકર તે. ૨. બારીક વગાળ કરવું. -વા તે. ચેખાના ધાવણ સાથે. પ્રદર મટે છે તથા શક્તિપ્રદ ઔષધ છે.
(૨૨) પ્રદારી લેહ વાલ, શતાવરી ૪ વાલ, ગોદંતી
ભમ ૧ વાલ, આમળા ૧ વાલ, ૨ માત્રા ઘી–સાકર સાથે સવાર-સાંજ આપવી.
(૨૩) રસેન્દ્રવટી, શુ. પારદ, શુ. ગંધક, પીપર, વંશલોચન,
આમળા, કાકડાશમી, દાલચીની, તેજપાત, મેટી ઈલાયચી, મધ દરેક ૧-૧ તે. શુ. શિલાજીત, સાકર ૮-૮ તે. પ્રથમ પાંચ ગંધકની કજજલી કરવી. કાષ્ઠ ઔષધે બારીક વસ્ત્રગાળ કરી લાલ કમળના રસે એક દિવસ ઘૂંટી પછી મીઠા દાડમના રસે લૂંટવું. (બધા ઔષધે ‘રસમાં ઘૂંટવા) અને અડદ જેવી ગોળીઓ કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ દૂધ સાથે. Aવેતપ્રદર, રક્તપ્રદર બને મટે છે.
(૨૪) રાળ તે. ૨, મુલેઠી તે. ૩, નાગકેશર છે. ૫, સાકર
તે. ૧૦ બારીક કરવું. ૫-૫ માશા દૂધથી.
For Private and Personal Use Only