SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only બીજો ) વર પ્રકરણ, વરની ઉત્પત્તિ, મૂર્તિ, સંખ્યા તથા નિદાન સહુ સપ્રાપ્તિ જ્યારે દક્ષ પ્રજાપતિએ અહંકારી લાવી યજ્ઞ સમારંભ કર્યો. તે સમય ત્રિલોકના અધિપતિ શ્રી વિષ્ણુ ભગવાન્ તથા જગત્ ગુરૂ બ્રહ્માજી અને અખિલ યાગિદ્ર ત્રિપુરારિ એ ત્રણને છેાડી સર્વ દેવને આમંત્રણ કરી યજ્ઞ સ્થાનમાં આસન આપ્યાં. દેવ દેવીઓને હર્ષ સાથે જતાં જોઇ સતિજીએ પતિને પૂછ્યું, તેથી શિવજીએ સતિજીના પિતાના યજ્ઞની હકિકત કહી, એટલે પિતાને ઘેર જવાને સતિજીનું મન લલચાયું અને સદાશિવજીની ના છતાં પણ સતિજી ભાવીની પ્રમળતાને પ્રેર્યે દક્ષના યજ્ઞ મડપમાં ગયાં. તે વખતે પિતા વગેરેએ સતિના અનાદર કર્યા, તે કારણથી સતિજીને અતિ ક્રોધ ચઢ્યો અને ચેાગ અગ્નિમાં પોતાના શરીરને પ્રજાળી યુનુમાં ભાગ લેનાર તથા શિવજીની નિંદા કરનાર્ વા, સાંભળનારને શાપ આપ્યો; અને તે સમાચાર શ્રી રૂદ્રના સાંભળવામાં આવવાથી મહા ક્રોધાનળ પ્રકટયા. ત્રીજું લલાટ નેત્ર ઉઘડવાથી વીરભદ્રનામા ગણુ ઉત્પન્ન થયા. તે ગણુ મહાક્રોધી, પીતવર્ણ, પીળાં ત્રણ નેત્ર, ભસ્મ લે પન, પ્રલયકાળના અગ્નિના સમાન રૂપ, વાધંબર ધારણ કરેલું, ટુંકી જાંધ, મે’ટુ પેટ, અને ખડ્ગ ખપ્પર ધારી ભયંકર તે વીરભદ્ર ગણે શિવજી પ્રત્યે પ્રાર્થના કરી કે-શી આના છે? ત્યારે શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિધ્વંશ કરવા અને દક્ષનું શિરચ્છેદ કરવાની તથા તે યજ્ઞ સામગ્રી ભક્ષ કરી જવાની આજ્ઞા આપી. તે વીરભદ્રનું સદાશિવજીએ જ્વર નામ પાડયું. એ જ્વર મનુષ્યને મિથ્યા આહાર વિહારના વક્ષ્યથી નાભિ તથા સ્તનના વચમાં જે આમનું સ્થાન છે તેમાં નિવાસ કરતા જે વાયુ, પિત્ત, ક તેને રોગીના શરીરમાં આભાશયની જગ્યામાં દુષ્ટ થઇ તથા આમાશયની જગ્યામાં રહેતા જે આહાર તેથી ઉત્પન્ન થચલો જે રસ તેને બગાડી આમાશયમાં રહેલી ઉદરના અગ્નિની ઉનાશને ઉદરમાંથી મ્હાર કાઠાડી રોગીના સર્વાંગ અગ્નિરૂપણુ કરી દે છે તેજ જ્વરનું સ્વરૂપ છે અને તેજ સમય શરીરના પરાક્રમને ભક્ષણ કરી જાય છે. તે વરના મુખ્ય ૮ ભેદ છે; એટલે વાયુના ૧, પિત્તને ર, કછ્તા ૩, વાત પિત્તના ૪, વાત નો ષ, ક પિત્તના ૬, સન્નિપાતને ૭ અને આગ તુક એ આઠ પ્રકાર છે તેના જુદાં જુદાં લક્ષણ તથા ઉપાય કહીએ છીએ. વર માત્રનાં સામાન્ય લક્ષણ. જેના શરીરમાં એકજ વખતે એ પ્રમાણે લક્ષણા થાય કે શરીર ઉષ્ણુ થઇ આવે, પરસેવા થાય નહીં, ક્ષુધા નાશ થઇ જાય, અંગનાં સર્વ અંગોપાંગ સજડ થઇ જાય, માથુ દુખે, હાથ પગ ત્રુટયા કરે, કોઇ વસ્તુમાં મન લાગે નહીં અને વ્યાકુળતા થયા કરે પે લક્ષણા જેતે થાય તેને તાવ આવ્યો છે એમ જાણવું. વરનું પૂર્વ સ્વરૂપ. જે મનુષ્યના હાથ તથા પગમાં ત્રોડ થવા લાગે, માથુ દુખે, બગાસાં આવે અને વિના ખેદથી અંગમાં ખેદ જણાય ત્યારે જાણવું કે તે મનુષ્યને તાવ આવશે, એમ વૈદ્ય પ્રથમથી જાણી શકે છે. હવે જ્યાં વિશેષ લક્ષણો કહુંછું. વાતન્વરનાં લક્ષણ. અબ બ્રહ્મા કરે, તાવતો વિષમ-નિયમ વગર વેગ હોય, કર્ડ તથા હોઠ અને હે ४ ( ૫ )
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy