________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઓગણીશમો. )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષ પ્રકરણ
તરંગ ઓગણીશમો.
-:(0):
સ્થાવર જંગમ વિષ તણાં, ભેદ સ્થાન વળી ચિન્હ; ઔષધ સહ ઓગણીશમા, લખ્યા તરંગ અછિન્ન
( ૩૩૧ )
ઝેરના અધિકાર.
ઝેર એ પ્રકારનાં છે એટલે એક સ્થાવર અને બીજી જંગમ કહેવાય છે.. પોતાની મેને ચલનશક્તિ કરી ન શકે તેથી ઉત્પન્ન થએલુ' તે સ્થાવર ઝેર અને ચાલતા પ્રાણીઓથી ઉત્પન્ન થનારૂં તે જંગમ ઝેર કહેવાય છે. સ્થાવર ઝેરનાં ૧૦ ઉત્પત્તિસ્થાન છે અને જંગમ ઝેરનાં ૧૬ ઉત્પત્તિસ્થાનછે. તેને વિવેચન નીચે પ્રમાણે:
ઝાડના મૂળમાં, પાંનડાઓમાં, ફ્ળામાં, ઝુલામાં, છાલમાં, દુધમાં, સારમાં, ગુદમાં, ધાતુઓમાં અને કંદોમાં એમ સ્થાવર ઝેરને પેદા થવાનાં ૧૦ ઠેકાણાં છે.
કણેર વગેરેનાં મૂળીમમાં, કડવી દુધેલી વગેરેનાં પાનડાઓમાં, કુકડવેલા વગેરેના કા માં, નેતર વગેરેના ઝુલામાં, ધાળી ચણાઠી વગેરેની છાલમાં, સારમાં તથા ગુંદમાં, શ્વેર વગે. રૈના દુધમાં, હરતાલ વગેરે ધાતુઓમાં અને વછનાગ વગેરે કંમાં ઝેર રહેલાં છે.
જંગમ વિષ દૃષ્ટિમાં, શ્વાસમાં, દાઢમાં, નખમાં, મળમાં, મૂત્રમાં, વીર્યમાં, લાળમાં, સ્પર્શમાં, આંકડામાં, ગુદામાં, અધેવાયુમાં, યોનિમાં, હામાં, પિત્તામાં અને વાળામાં એમ ૧૬ ઠેકાણે જંગમ ઝેર રહેલ છે—પેદા થાય છે.
મનુષ્યોની દૃષ્ટિમાં, દિવ્ય સાપોના શ્વાસમાં, કુતરા તથા શિયાળની દાઢામાં, વાધ-વના નખોમાં, ઢેઢગરાળીના મળમાં, તથા મૂત્રમાં, વાંદર તથા ઊંદરના વીર્યમાં, હડકાયા જનાવર તથા કરાળીઆ—ખડમાંકડીની લાળમાં, ગરમ વસ્તુ ખાનારી તથા વ્યભિચારીણી સ્ત્રીયાની ચેનિમાં, ગરમ વસ્તુ ખાનારા તથા ગુમૈથુન કરાવનારાઓની ગુદામાં, સર્પ વગેરેના હાડમાં, નાળીયા તથા માછલાના પિત્તામાં, ભમરા-માખી–વીંછીના કાંટામાં, વાધના વાળામાં, અને ચિત્રશીર્ષના સ્પર્શમાં, મળમાં, મૂત્રમાં, મ્હોમાં, વિામાં તથા અધેવાયુમાં, એટલાં સ્થાનામાં જંગનઝર હય છે.
સ્થાવર ઝેરના પ્રત્યેક્ સ્થળના ઝેરનાં ચિન્હા.
સ્થાવર વિષથી તાવ, હેડકી, દાંતાનુ અખાવું, ગળાનું પકડાવું, મુખે ીણનું આવવું ઉલટી, અરૂચિ, શ્વાસ, મૂર્છા અને વિકળતા થાય છે; પરંતુ કયું સ્થાવર વિષ છે ? એ પાર ખવાની રીત નીચે પ્રમાણે:~
ઝાડનાં ઝેરી મૂળીયાં ખાવામાં આવ્યાં હાય કે ખવરાવ્યાં હોય તેા ગોટલા ચઢે, માદ ચાય અને બકવા થાય છે.
For Private And Personal Use Only
ઝેરી પાનડાં ખાધાં કે ખવરાવ્યાં હોય તો તેથી બગાસાં, ધ્રુજારી અને શ્વાસ થાય છે. ઝેરી ક્ળે! ખાધાં કે ખવરાવ્યાં હોય તે અડકાયમાં સાજે, બળતરા અને ખાવા ઉપર અભાવા થાય છે.