________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
અમૃતસાગર,
(તરંગ
.
.
.
.
.
-
-
-
-
-
તથા દરદનું ફેલાવું, પાકવું, સો ઘેચાયા જેવી તીણ વેદના, ગ્લાનિ, આંગળીઓનું ગળવું, તથા વાંકાસપણું થવું, ફલ્લાઓમાં બળતરા, મર્મોનું ઝલાઈ જવું અને ગાંઠ કરતાં પણ માંસની ઉંચાઈ થવી એ સઘળા વાતરક્તના ઉપદ્રવ છે.
* વાતરકતનું સાધ્યાસાધ્યપણું. ઉપર કહેલા ઉપદ્રવ સહિત વાતરક્ત હોય અથવા તે એકલે હજ હોય; તો પણ તે અસાધ્ય સમજવું. જે થોડા ઉપદ્રએ કરી સહિત હેય તે કસાબ અને એક પણ ઉપદ્રવ ન હોય તે સાધ્ય સમજવું તથા એક દેવયુકત એક વર્ષની અંદરનું હોય તે પણ સાધ્ય જાણવું, પણ જે બે કે ત્રણે દોષ યુક્ત હોય તે અસાધ્ય સમજવું. અથવા પગથી તે ઢીંચણ સુધી ફેલાયેલું, ટાઢથી ચામડી ફાટે છે તેમ જેની ચામડી ફાટી હોય, ચુવા લાગ્યું હોય અને બળ, માંસ અનિ નાશ પામેલાં હોય તે અસાધ્ય જાણવું. તથા એક વર્ષ થઈ ગયું હોય તો કષ્ટસાધ્ય-વ્યાપ્ય જાણવું
ઉપાય. "સ્નેહપાનઆદિથી સ્નિગ્ધ કરી વાતરક્ત રેગીનું જળ અથવા શિંગડી કે, અસ્તરા વા સે વગેરેથી ટોચા મારી લોહી કઢાવવું પણ જેમ વાયુ ન વધે તેમ લેહી કઢાવવું, અને અનુમાન પ્રમાણે લોહી કઢાવવું, જે વિશેષ લેહી કહાડવામાં આવે તે વાયુ વધી ગંભીર સેજે, અક્કડતા, પૂજારો, નસોમાં વેદના, ગ્લાનિ, ખંજતાપણું અને બીજા પણ કેટલાક વાયુ સંબંધી રોગો ઉત્પન્ન થાય છે તથા તેથી મરણ પામે છે.
જે વાતરક્ત બાહાર હોય તો વિલેપન, મર્દન, સિંચન તથા ઔષધે બાંધવાથી, મને ટાડવું અને જે ઊંડુ ઉતર્યું હોય તે રેચ, નિરૂહબસ્તિ અને સ્નેહ પાનથી મટાડવું.
અથવા એરંડાનું મૂળ તથા ગળાનો કવાથ કરી પીવે. અથવા તલને શેકી વાટી દુધમાં ઉકાળી તેને લેપ કરવો. અથવા અળસીને દુધમાં વાટી તેને લેપ કરે. અથવા એરંડાના ગોળા વાટી તેને લેપ કરવો. અથવા શુદ્ધ કરેલો ગુગળ ગળાના કવાથ સાથે સેવા. અથવા એરંડીયું ટાંકર ગળોના કવાથ માં નાખી પીવું. અથવા મજીઠ, ત્રિકળા, કડુ, વજ, હળદર, દેવદાર, નસોતર, લીંબડા ઉપરની ગળે અને લીંબડાની અંતરછાલ એ સર્વને બરા બર લઈ આખાં પાખા ખાંડી કવાથ કરી તે કવાથ અનુમાન પ્રમાણે પીએ તે વાતરક્ત, કોઢ, ખસ, ફોલીઓ અને લેહીવિકારનો નાશ કરે છે. આ લઘુમંજીષ્ટાદિ કવાથ કહેવાય છે. અથવા ગળો, આવેચીબાવચી, પુઆડીઆ, લીંબડાની અંતરછાલ, હરડેદળ, આંબળાં, હળદર, અર, શતાવરી, સુગંધીવાળે, કાંસકી, જેઠીમધ, મહુડાં, એખરે, ગોખરૂ, કકડલાનાં કુળ, વીરણવાળા, મજીઠ અને રતાંજલિ એ પ્રત્યેક ઔષધે બરાબર લઈ ખાંડી
૧ ઘી, તેલ, ચરબી, ને મmજા વગેરે પીવાંતે સ્નેહપાન કહેવાય છે.
અત્યંત વેદના થતી હોય તે જળે વળગાડીને લોહી કઢાવવું. ચમ ચમાટી, ચળ, વ્યથા તથા ધારે હોય તો શિંગડીથી લોહી કઢાવવું અને જો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વાતરત જ તું હોય તો, અસ્તરા કે સેના ટોચા મારી લેડી ક્રાવવું. તથા વાતરક્ત-પતિયાને પ્રથમ દિન hકરી નેહવાળું વિરેચન-રેચ અથવા લુખાં કોમલ વિરેચન આપી મળો ખાલી કરવા, વારંવાર ગુદામાં પિચકારી મારવી અને પશ્ચામાં રહી દેશ તથા બળ ને અનુસરી રે છેડે વાતરકત રિગીનું લેાહી કઢાવવું.
For Private And Personal Use Only