________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૨ :
અધ્યાત્મ
માઠા સંકલ્પથી નિરર્થક, પ્રાણી જે મુંઝાય છે, નિકાચિત આયુ નારકીનું, એ વડે જ બંધાય છે; ગમે તે વિદ્વાન પણ, એ ભયંકર પાપોવડે, મરણસમય જરૂર એ જીવ, નારકી ગતિમાંહ પડે. ૧૪
જે પ્રાણીનું મન નિરર્થક માઠા સંકલ્પથી નિરંતર પરાભવ પામે છે તે પ્રાણ ગમે તે વિદ્વાન હોય તો પણ ભયંકર પાપોવડે નારીનું નિકાચિત આયુષ્ય બાંધે છે અને મરણ પામે છે ત્યારે જરૂર નરકમાં જનારે થાય છે.” ૧૪
ઉપજાતિ. મોનિગ્રહથી મિક્ષ योगस्य हेतुर्मनसः समाधिः, परं निदानं तपसश्च योगः । तपश्च मूलं शिवशर्मवल्लया, मनःसमाधि भज तत्कथंचित् ॥१५॥
મનની સમાધિ એકાગ્રતા, એ યોગનું સાધન બને, યોગ ઉત્કૃષ્ટ સાધન તપતણું, વિચારતાં આવે મને, તપ શિવસુખ વેલડીનું મૂળ, જાણી જે આદરે, એ સાધવા માટે જ જીવ, મનની સમાધિ તરવરે. ૧૫
“મનની સમાધિ (એકાગ્રતા-રાગદ્વેષરહિતપણું ) વેગનું કારણ છે, યોગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ શિવસુખરૂપ વેલડીનું મૂળ છે, તેટલા માટે કોઈ પણ રીતે મનની સમાધિ રાખ” ૧૫ ઉપજાતિ.
મનેનિગ્રહના ચાર ઉપાય. स्वाध्याययोगैश्चरणक्रियासु, व्यापारणादशभावनाभिः । सुधीस्त्रियोगीसदसत्प्रवृत्तिफलोपयोगैश्च मनो निरुंध्यात् ॥१६॥ સ્વાધ્યાય યોગવાહન ચારિત્ર, ક્રિયાના વ્યાપારમાં, બાર ભાવના મન શુભ અશુભ, પ્રવૃત્તિના વિચારમાં ચિંતવન થતાં સુજ્ઞ પ્રાણીઓ, મનનિરોધ સદા કરે, મનેનિગ્રહ માટે જ ચાર એ, ખાસ ઉપાયો ઠરે. ૧૬
For Private and Personal Use Only