________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
-
c
.
11
: Utti
કે મનુષ્યભવની દુર્લભતાના દશ દષ્ટાંત
(૧) ચાલક (ભજન)–ચક્રવર્તી બ્રહ્મત્તે એક બ્રાહ્મણને પ્રસન્ન થઈને કહ્યું કે તારે જોઈએ તે માગી લે. બ્રાહ્મણે સ્ત્રીની સલાહથી જણાવ્યું કે-“તમારા રાજ્યનું દરેક ઘર મને વારાફરતી ભોજન કરાવે.”
પહેલે દિવસે ચક્રવર્તીને ત્યાં જ બ્રાહ્મણે ભોજન કર્યું. ચક્રવર્તીના સ્વાદિષ્ટ ને પરમોત્તમ ભોજન માટે શું કહેવાનું હોય ? ત્યાર પછી તે પ્રતિદિન જુદે જુદે સ્થળે ભેજન કરવા લાગ્યા, પણ ચક્રવર્તીના ભજન જે સ્વાદ કયાંય પણ પ્રાપ્ત ન થયા, તેથી તે વિચારવા લાગ્યો કેકયારે ફરીવાર ચક્રવર્તીને ત્યાં જમવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ?
છ ખંડ ધરતીમાં શહેરે કેટલા? ગામ કેટલા? તેમાં પણ ઘરસંખ્યા કેટલી ? દરેક ઘરે ભોજન કર્યા પછી કયારે તેને ચક્રવર્તીના ઘરે જમવાને પુનઃ પ્રસંગ મળે? આ બનવું જેમ દુર્લભ છે તેમ માનવજીવન મળવું પણ અતિ દુલભ છે.
| (૨) પાસા–ચંદ્રગુપ્ત મૌર્ય ગાદીએ આવતાં તેનો ખજને ખાલી થઈ ગયે. બુદ્ધિનિધાન ચાણકયે યુક્તિ અજમાવી. તેણે કળવાળા પાસા તૈયાર કરાવ્યા જેથી તેને મરજી મુજબ રમતમાં નાખી શકાય. પછી શહેરમાં છેષણ:કરાવી કે–જે કાઈ પાસાની રમતમાં મને જીતી જશે તેને સેનામહેરોથી ભરેલે થાળ આપવામાં આવશે. જે હારી જશે તો તેણે ફકત એક સેનામહોર જ આપવી પડશે. આવી આકર્ષક જાહેરાતથી ઘણુ લેક પાસાની રમત રમ્યા અને હારી ગયા.
હારી ગયેલા માણસે પાસાની રમતથી કદી પણ પિતાની મૂડી મેળવી શકે ખરા? તેવી રીતે આ માનવભવ મળવો ઘણે જ દુર્લભ જાણ.
For Private and Personal Use Only