________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૬ :
મનુષ્યભવની દુર્લભતાના| (૩) ધાન્યને ઢગલે-વિશ્વભરને અનાજને જ એકત્ર કરવામાં આવે અને તેમાં થોડા સરસવના દાણા ભેળવી, એક અશક્ત અને વૃદ્ધ ડોસીને તે સરસવના દાણા જુદા પાડવાનું કહેવામાં આવે તો તે કરી શકે?
તેવી જ રીતે અનંતા ભામાં માનવભવ તે સરસવના દાણા જેવો છે, તો તે પ્રમાદ કે આળસથી નિરર્થક ગુમાવી દીધે તો પુન: માનવભવ મળવો અતિ મુશ્કેલ છે.
(૪) જુગાર-એક રાજા વૃદ્ધ થયો એટલે પુત્ર તેને મારી નાખીને ગાદી હસ્તગત કરવાનું વિચાર્યું. આ વાત રાજાના જાણવામાં આવી ગઈ એટલે તેણે યુક્તિપૂર્વક કામ લીધું. તેણે યુવરાજને બેલાવી કહ્યું કે-આપણા કુળની એવી રીત છે કે-જુગારમાં પુત્ર જીતી જાય કે તરત જ તેને ગાદીએ બેસાડવ; માટે આપણે જુગાર રમીએ. રાજસભાને એક હજાર આઠ થંભે છે. તે દરેક સ્થંભને એકસે આઠ હાંસ છે. રમતમાં એક વાર જીતતાં એક હાંસ જીતી ગણાય. એવી રીતે અખંડપણે બધી હાંસે જીતાઈ જતાં તને તરત જ ગાદી મળશે. જે વચ્ચે એક વાર પણ હાર થઈ તે બધું જીતેલું વૃથા થઈ જશે.
વિચારો કે આવી રીતે જીતતાં રાજકુમાર કોઈ દિવસ પણ રાજાને જીતી શકે ખરે? સરલતાથી રાજપુત્ર પિતાને જીતી શકે નહિ તેમ એક વાર ગુમાવેલું મનુષ્યપણું સરલતાથી કદી પણ પ્રાપ્ત થતું નથી.
(૫) રત્નએક સાહસિક વ્યાપારી સમુદ્રમાર્ગે વ્યાપારાર્થે ગયા અને દેશ–પરદેશ ફરતાં તેણે ઘણું રત્ન પ્રાપ્ત કર્યા. પાછી વળતાં સમુદ્રમાં તેનું વહાણ ભાંગ્યું અને બધાય રત્નો સમુદ્રમાં પડી ગયા. તે તરીને કિનારે આવ્યો. થોડા દિવસે ઔષધોપચારથી સાજો થતાં તેણે પોતાના રને મેળવવા વિચાર કર્યો, પણ તે બધાં રત્નો કઈ રીતે પાછા મેળવી શકે? તેવી રીતે પ્રાપ્ત થયેલ માનવજીવન ધર્મ-પાલનના અભાવે ગુમાવી દીધું તે રત્નની માફક પુનઃ પ્રાપ્તિ મુશ્કેલ છે.
For Private and Personal Use Only