________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૨ :
અધ્યાત્મજવાની અને ગર્ભવાસમાં રહેવાની દુ:ખપરંપરાને ક્ષય થઈ જતો હોય તો પછી શું ઇચ્છિત તું પામે નહિ ?” ૩૬ વંશસ્થવૃત્તમ .
પરિષહથી દૂર ભાગવાનાં માઠાં ફળ) त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्यङ्नरकादिदुःखम् । सुखाणुभिश्चेद्विषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरुः ॥३७॥ સંયમ પાળવાના કષ્ટથી, શિથિલ બીતે મને, વિષયકષાયના અલ્પ સુખમાં, સંતેષ થાતે તને, તે નરક તિર્યંચગતિના, આગામી દુઃખ સ્વીકારવા, સ્વર્ગ અને મેક્ષગતિના થતાં, મહાન સુખ ત્યાગવા. ૩૭
સંયમ પાળવાનાં કષ્ટથી બહી જઈને વિષય કષાયથી થતાં અલ્પ સુખમાં જે તે સંતોષ પામતો હોય તો પછી તિર્યંચ નારકીનાં આગામી દુઃખે સ્વીકારીને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઈચ્છા તજી દે. ” ૩૭.
| ઉપજાતિ. પરિષહ સહન કરવામાં વિશેષ શુભ ફળ समग्रचिंतातिहतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् । परत्र चन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे! ॥३८॥ ચારિત્રથી આ ભવે સર્વ પ્રકારની ચિન્તા ટળે, થઈ મનની આધિ નાશ, લય લાગતાં સુખ મેટા મળે; પરભવમાં ઈન્દ્રાસન કે, મહાક્ષની લક્ષમી રળે, સુખ એવા પામવા ચારિત્ર, પ્રમાદ ટાળે મન-બળે. ૩૮
ચારિત્રથી આ ભવમાં સર્વ પ્રકારની ચિંતા અને મનની આધિને નાશ થાય છે તેથી તેમાં જેને લય લાગી હેય તેઓને મેટું સુખ થાય છે અને પરભવમાં ઇંદ્રાસન કે મેક્ષની મહાલક્ષ્મી મળે છે. આ પ્રમાણે છે છતાં પણ આ ચારિત્રમાં શા માટે પ્રમાદ કરે છે?”૩૮.
ઉપજાતિ.
For Private and Personal Use Only