________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૦ :
અધ્યાત્મ“પ્રમાદજન્ય સુખ વિરુદ્ધ મુક્તિનું સુખ” शमत्र यहिंदुरिव प्रमादजं, परत्र यच्चाधिरिव द्युमुक्तिजम् । तयोमिथः सपतिपक्षता स्थिता, विशेषदृष्टयान्यतरगहाण तत् ।३३। પ્રમાદવશે સંસારમાં, બિન્દુમાત્ર સુખ જણાય છે, (ઉ)દધિ સમા દેવલોક મેક્ષ, પરભવના સુખ ગણાય છે; પ્રતિપક્ષીપણે એ બેઉ, સંસારમાં તેઓ ઠરે, માટે વિવેકે તજી એકને, એક હેતુ આદરે. ૩૩
“આ ભવમાં પ્રમાદથી જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરભવમાં દેવલેક અને મોક્ષસંબંધી જે સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે; આ બને સુખને પરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે વિવેક વાપરીને બેમાંથી એકને તું ગ્રહણ કર.” ૩૩
વંશસ્થવૃત્તમ. “ચારિત્ર નિયંત્રણનું દુઃખ વિરુદ્ધ ગર્ભાવાસ વિગેરેનું દુઃખ” नियंत्रणा या चरणेऽत्र तिर्यक्-स्त्रीगर्भकुंभीनरकेषु या च । तयोमिथः सप्रतिपक्षभावा-द्विशेषदृष्टयान्यतरां गृहाण ॥३४॥ નિયંત્રણ આ ભવ વિષે, ચારિત્રના પાલન વડે, નારકી ગતિ સ્ત્રી ગર્ભમાં, એ રીત નિયંત્રણ નડે, પરસ્પર વિરેાધે બેઉ જે, સંસારમાં એમ સાંપડે, બેમાંથી ગ્રહીએ એક જે, લાભદાયક નિવડે. ૩૪
ચારિત્ર પાળવામાં આ ભવમાં તારા પર નિયંત્રણ થાય છે, અને પરભવે તિર્યંચગતિમાં, સ્ત્રીના ગર્ભમાં અથવા નારકીને કુંભી
૧ ઉદધિ-સમુદ્ર. ૨ નિયંત્રણ-કચ્છ,
* વ્રત વિગેરેને લીધે સહન કરવું પડતું કષ્ટ તથા તીર્થકર મહારાજ અને ગુરુમહારાજની આજ્ઞાનું પરાધીનપણું.
For Private and Personal Use Only