________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦૮ :
અધ્યાત્મતારી પાસે લેવરાવીને ઘણા કાળ પર્વત તને ભાર વહન કરાવશે.” ૨૮
રાદ્ધતા. “સંયમ અને ઉપકરણની શોભાની સ્પર્ધા वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा । आदिमा च ददते भवं परा, मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ॥२९॥ વસ્ત્ર પાત્ર શરીર પુસ્તક, શેભા વૃદ્ધિ એ શું સરે, સંયમ-શેભા વિણ પ્રથમ, શભા સંસારવૃદ્ધિ કરે; બીજા પ્રકારની સંયમ, શોભા વડે મુક્તિ વરે, એ બેઉ પ્રકારે જાણ, યતિ યત્ન સંયમ આદરે. ૨૯
વસ્ત્ર, પાત્ર, શરીર કે પુસ્તક વિગેરેની શોભા કરવાથી કાંઈ સંયમની શોભા થતી નથી. પ્રથમ પ્રકારની શોભા (ભાવ) વૃદ્ધિ આપે છે અને બીજા પ્રકારની શોભા મોક્ષ આપે છે, માટે આ બન્નેમાંથી તારી ભરજી આવે તે એક શોભાને આશ્રય કર. અથવા તે માટે વસ્ત્ર પુસ્તક વિગેરે શેભાનો ત્યાગ કરીને હે યતિ ! મેક્ષ મેળવવાની ઈચ્છાવાળો પણ તું સંયમની શોભામાં કેમ યત્ન કરતા નથી ?” ૨૯
“પરિષહ સહન-સંવર शीतातपाधान मनागपीह, परीषहांश्चेत्क्षमसे विसोदुम् । कथं ततो नारकगर्भवास-दुःखानि सोढासि भवांतरे त्वम् ? ॥३०॥
આ ભવમાં જરા ઠંડી તાપ, પરિસહ થાતાં ડરે, ભવાંતરે નરક ગતિમાં, લાંબે વખત જ્યારે ઠરે; ગર્ભાવાસના પણ મહાન, દુઃખ જગતમાં ઉતરે, એ દુ:ખ સહન શી રીતે થશે, વિચારતા દિલમાં ઠરે, ૩૦
આ ભવમાં જરાપણુ ઠંડી, તાપ વિગેરે પરીષહ સહન કરવાને શકિતમાન થતું નથી તો પછી ભવાંતરમાં નારકીનાં તેમજ ગર્ભવાસનાં દુઃખે કેવી રીતે સહન કરીશ?” ૩૦
ઉપજાતિ,
For Private and Personal Use Only