________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કપ ૬ મ
: ૧ : જેવી રીતે પોતાની જાતિના પ્રાણીઓને મળીને સિંહે તાર્યા હતા, તેવી રીતે કેઈક (સુગુરુ) પિતાના જાતિભાઈ( ભવ્ય પંચૅક્રિય)ને મળીને આ સંસાર-સમુદ્રથી તારે છે; અને જેવી રીતે શિયાલ પિતાના જાતિભાઈઓની સાથે ડૂબી મૂઓ, તેવી રીતે કોઈક (કુગુરુ) પિતાની સાથે સર્વને નકાદિ અનંત સંસારમાં ડૂબાવે છે; માટે આવા શિયાળ જેવા પુરૂ તે ન મળ્યા હોય તો જ સારું.” ૧૪ ઉપેન્દ્રવજા
' “ગુરને યોગ છતાં પ્રમાદ કરે તે નિર્ભાગી. पूणे तटाके तृषितः सदैव, भृतेऽपि गेहे क्षुधितः स मूढः । कल्पद्रुमे सत्यपि ही दरिद्रो, गुर्वादियोगेऽपि हि यः प्रमादी ॥१५॥ ઉત્તમ જોગ સુગુરુને પામી, પ્રમાદ જે પ્રાણી કરે, પાણી ભરેલ તળાવથી, તરસ્યા રહી પાછા ફરે, ધનધાન્યથી ભરપૂર ઘરમાં, મૂર્ખ તે ભૂખે મરે, કલ્પવૃક્ષ પાસે હોય તે પણ, દરિદ્રીને શું કરે ? ૧૫
“ગુરુમહારાજ વિગેરેની બરાબર જોગવાઈ છતાં પણ જે પ્રાણી પ્રમાદ કરે છે, તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તરસ્યો છે, (ધનધાન્યથી) ઘર ભરપૂર છે છતાં પણ તે મૂર્ખ તે ભૂખ્યો છે અને પિતાની પાસે કલ્પવૃક્ષ છે તે પણ તે તે દરિદ્રી જ છે.” ૧૫ ઉપજાતિ.
દેવ ગુરુ ધમ ઉપર અંતરંગ પ્રીતિ વિના જન્મ અસાર છે? न धर्मचिंता गुरुदेवभक्तिर्येषां न वैराग्यलवोऽपि चित्ते । तेषां प्रमूक्लेशफलः पशूनामिवोद्भवः स्यादुदरंभरीणाम् ॥१६॥ ધર્મ સંબંધી ચિન્તા નહિ, દેવગુરુભક્તિ નહિ દિલમાં, અંશ માત્રચિત્ત વૈરાગ્ય નહિ, પેટભરા તેહ અખિલમાં; તેવા પ્રાણુને જન્મ પશુ જેમ, નિરર્થક જાય છે, એથી કલેશ માત્ર જણનારી, જનેતાને થાય છે. ૧૬ ૧ જગતમાં. ૨ માતા.
For Private and Personal Use Only