________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૮૧ : ગૂઢ પુણ્યકર્મ સુકૃત્યે, સૌભાગ્ય આપે જેટલું, પ્રસિદ્ધ પુણ્ય સુકૃત્યનું, ફળ પામતા નહિં તેટલું; વસ્ત્રથી આચ્છાદિત સ્તનમંડળ, કમળનયના સ્ત્રીતણું, નમાવેલ મુખકમળ લજજાથી, શુભતા જેથી ઘણું. ૯
આ દુનિયામાં ગૂઢ પુણ્યકર્મોન્સુકૃત્યે જેવી રીતે સૌભાગ્ય આપે છે તેવી રીતે પ્રકટ કરેલાં સુકૃત્યો આપતાં નથી જેમકે લજજાથી નમાવ્યું છે મુખકમળ જેણે એવી કમળનયના સ્ત્રીનાં સ્તનમંડળ વસ્ત્રથી આચ્છાદિત હોય ત્યારે જેટલી શોભા આપે છે તેટલી શેભા ઉઘાડાં હોય ત્યારે આપતાં નથી.” ૯
વસંતતિલકા. સ્વગુણપ્રશંસાથી લાભ જરા પણ નથી. स्तुतैः श्रुतैर्वाप्यपरैनिरीक्षितैर्गुणस्तवात्मन् ! सुकृतैर्न कश्चन । फलन्ति नैव प्रकटीकृतैर्भुवो, द्रुमा हि मूलैर्निपतंत्यपि त्वधः ॥१०॥ હે ચેતન ! તારા સુકૃત્ય ગુણની, જેઈને સ્તુતિ કરે, અગર કરેલ સારા કાર્યની, પ્રશંસા જે આદરે; નથી લાભ તેથી કાંઈ તને, વૃક્ષ ઢંકાયેલ ફળે, એ મૂળ ઉઘાડા થતાં, જેવી રીતે ધૂડમાં મળે. ૧૦
તારા ગુણો અથવા સુકૃત્યેની બીજા સ્તુતિ કરે અથવા સાંભળે અથવા તારાં સારાં કામ બીજા જુએ, તેથી હે ચેતન! તને કાંઈ પણ લાભ નથી. જેમ કે ઝાડનાં મૂળ ઉઘાડાં કરી નાખ્યાં હોય તે તેથી ઝાડ ફલતાં નથી, પણ ઉલટાં ઉખડી જઈને ભોંય પર પડે છે તેમજ સારાં કામો પણ ઉઘાડાં પડવાથી ભેચે પડે છે. ૧૦ વંશાસ્થવૃત્ત.
ગુણ ઉપર મત્સર કરનાર તેની ગતિ. तपःक्रियावश्यकदानपूजनः, शिवं न गंता गुणमत्सरी जनः । अपथ्यभोजी न निरामयो भवेद्रसायनैरप्यतुलैयंदातुरः॥११॥
For Private and Personal Use Only