________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
શબ્દાર્થ વિવેક છે કે–“જ્ઞાતિના સુરક્ષા સાનિયા દુર અવાવ” એટલે જેટલાં ઉત્સર્ગ વચન છે તેટલાં જ અપવાદ વચન છે; જેમ પુરૂષ અને પુરૂષની છાયા સાથે છે તેમ જૈન સુત્રામાં પણ દસર્ગ અને અપવાદ બન્ને માર્ગ સાથે છે.
આ વખતે અમારે જણાવવું પડે છે કે આ મહાન પવિત્ર પુસ્તક હજુ છપાતું હતું દરમ્યાન અમારા કેટલાક ઉતાવળા અને માત્ર શ્રદ્ધાળુ જ જૈન ભાઈઓ તરફથી જાહેર પેપરમાં એવી ચર્ચા ઉઠાવવામાં આવી હતી કે, સૂત્રો વાંચવાનો શ્રાવકોને અધિકાર નથી. આવી વગર સમજી કડવી ફરીઆદ અમારા વાંચવામાં આવતાં આપણે જૈન વર્ગ પોતાના ધર્મ પ્રચારની કેળવણીમાં કેટલે સુધી પછાત છે તેને અમને ખરો અને અનુભવસિદ્ધ ખ્યાલ આવ્ય, પ્રીસ્તી લકે પોતાના ધર્મ પુસ્તકના ગમે તે ભાષામાં ભાષાન્તર કરાવી દેશોના તમામ ભાગમાં ફેલાવે છે તેમજ અન્ય ધર્મીઓ પણ તેનું અનુકરણ કરી જુદી જુદી ભાષામાં પિતાનાં પુસ્તકો છપાવી ધર્મ પ્રચાર કરે છે ત્યારે આપણે શ્રદ્ધાળુ! જૈન વર્ગ પિોતાનાં પવિત્ર પુસ્તકોના અંગ્રેજીમાં ભાષાન્તર થવાથી, કેટલે એક વિપરીત ભાવ નજરે જોતાં છતાં તે સહન કરી, પોતાની ભાષામાં પોતાના ભાઈઓ ભાષાન્તર કરે તે બાબતમાં આડા આવે અને રૂંઢ વિચારથી ધકે ફેરવે તે જોઈ અમને ખેદ થાય છે. અધિકારીને ગમે તેવું પવિત્ર પુસ્તક વાંચવાની છૂટ છે એમ દરેક ધર્મશાસ્ત્ર પોત પોતાનાં ફરમાનમાં કબુલ કરે છે. શ્રી ઉપાશક દશાંગમાં શ્રાવકોને “યુગ રાણ” કહી બોલાવેલ છે જેનો શબ્દાર્થ “સૂત્ર જ્ઞાનનું પરિગ્રહણ કરેલ છે જેમણે” આણંદ, કામદેવ વગેરે શ્રાવકે સૂત્ર જ્ઞાનમાં નિપુણ હતા એમ જેનોના ઈતિહાસ ઉપરથી જણાય છે, તેમજ શ્રી ભગવતીજીમાં તુગીંઆ નગરીના શ્રાવક સૂત્ર જ્ઞાની હતા કારણ કે ગૌતમસ્વામી રસ્તે ચાલતાં બીપાધેનાથજીના સંતાનીઓને તેઓએ પૂછેલા પ્રશ્નો સાંભળી, અજાયબી પામી, પોતાને સ્થાનકે જઈ શ્રી મહાવીર પ્રભુ પાસેથી તેનો ખુલાસો સાંભળી તેષ પામ્યા. આ હકીકત દર્શાવી આપે છે કે તે શ્રાવકનું સૂત્ર જ્ઞાન કેટલું બધું પ્રશંસનીય હતું. સૂત્રે ધાર્યા વિના માત્ર શ્રવણ કરીને જ તેઓ આવું જ્ઞાન મેળવી શકે એ કોઈ પણ રીતે સંભવીત નથી. આ ઉપરથી કહેવાનો હેતુ એ છે કે અધિકારી વર્ગ વાંચે તે કોઈ પણ રીતે નુકશાન નથી.
જ્ઞાનીના વાકયોનું રહસ્ય સમજવું અને એક ભાષામાંથી બીજી ભાષામાં સમજાવવું એ બહુજ મુશ્કેલ કામ છે, તોપણ જેમ પૂર્વે થયેલા વિદ્વાન આચાર્યોએ નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, વૃત્તિ વગેરે કરેલાં છે તો પણ તેઓ જ્ઞાનીને આશય પૂર્ણ સમજાવી નહીં શકવાને લીધે કેટલેક સ્થળે પિતે મન રહ્યા છે છતાં તેમની કરેલી ટીકા, વિગેરે આજ આપણને જેવી ઉપયોગી થઈ પડે છે તેમ આ ભાષાન્તર ભવિષ્યની પ્રજાને કંઈક અંશે પણ ઉપયોગી થાય એવી અમારી ઇચ્છા છે. દરેક જૈને એટલું તે ખાત્રીથી સમજવું જોઈએ કે પોતાના પવિત્ર પુસ્તકનું ભાષાન્તર ગમે તે જૈન કરે તો પણ તેમાં પરંપરા તથા વૃદ્ધવાક્ય વિરૂદ્ધ હકીકત જાણી જોઈને તે દાખલ કરેજ નહિ.
દયા એ જૈન લેનો મુદ્રાલેખ--Motto–છે. આવા પવિત્ર માર્ગને વિશે-જ્યાં ઝીણાં જીવને પણ સહેજ કલામન થાય ત્યાં જેની પણું ઘટતું નથી, એવું જૈનના આ ગમનું પ્રમાણ છે, તો પછી તે માર્ગમાં પ્રવર્તતા સાધુ મુનિરાજ પિતાના દેહને અર્થે મસ્ય માંસવાળા આહાર ગ્રહણ કરે એવી માન્યતા કરવી એ જૈન સિદ્ધાંત પર પગ મૂકવા જેવું છે;
For Private and Personal Use Only