________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિહાર્ય મિમાંસા.
(૩૧) હું અહીં જેનું માંસ ખાઉં છું, તે મને પહેલા લોમાં ભક્ષણ કરનાર છે, એ રીતે બુદ્ધિવાને માંસ શબ્દના બે અક્ષરોને અર્થ કરે છે. (મા–સ મને તે ખાનાર છે) તથા
यो ति यस्य च तम्मांस, मुभयोः पश्यतांतर;
एकस्य क्षणिका तृप्ति, रम्यः प्राणै र्वियुज्यत. જે માંસ ખાય છે, અને જેનું માંસ ખવાય છે, એ બેની સ્થિતિમાં જે તફાવત છે તે જુ; જ્યારે ખાનારને માંસ ખાતાં ક્ષણિક-ડા વખતની તૃપ્તિ મળે છે, ત્યારે બીજે હમેશના માટે પ્રાણવિમુક્ત થાય છે.
આ રીતે માંસ ભક્ષણમાં ઘણું દેષ રહેલા છે, એમ જાણીને શું કરવું તે સૂત્રકાર બતાવે છે કે માંસ ભક્ષણથી થતાં ખરાબ વિપાક એને તેથી અલગ રેહેતાં થતા ફાયદાને જાણનારા નિપુણ પુરૂષો મનથી માંસ ખાવાની અભિલાષા પણ કરે જ નહિ.
માંસ ખાવું તે દૂર રહે, પણ “માંસ ભક્ષણમાં દેષ નથી” એવું વચને બોલવું પણ હડહડતું જૂઠ છે.
માંસ ભક્ષણથી અળગા રહેતાં આ દુનિયામાં આપણી પ્રશંસા થાય છે, અને પેલી દુનિયામાં સ્વર્ગ અને મુક્તિ મેળવી શકાય છે. જે માટે એવું કહેવાય છે કે
ध्रुत्वा दुःख परंपरा मतियां मांसाशिनां दुर्गतिं ये कुवैति शुभोदयेन विरतिं मांसादन स्यादरात् सहीर्घायु रदूषितं गदरुजा संभाव्य यास्यतिते
मर्येषु बटभोग धर्ममतिषु स्वर्गापवर्गेषु च. માંસ ખાઉઓની દુઃખમય અને કરૂણાજનક દુર્ગતિ (દુરવસ્થા તથા નરક પ્રાપ્તિ) થતી સાંભળીને જે ભાગ્યશાળી પુરૂષ હિમ્મત ધરી માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તેઓ નીરોગી રહીને લાંબુ આયુષ્ય પૂરું કરી વળતા જન્મમાં સુખી ધાર્મિક અને બુદ્ધિશાળી કટબમાં અવતરશે અને અનુક્રમે સ્વર્ગ તથા મોક્ષ મેળવશે.
વળી સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદેશની ટીકામાં એવું લખ્યું છે કે
કેટલાએક એવું કહે છે કે જેમ બીજાની મારફત (અથવા અમુક હથીયાર મારફત) અગ્નિ પકડી ભગાવતાં આપણે બળી જતા નથી, તેમ બીજાએ જીવને મારીને તૈયાર કરેલા માંસને ખાતાં કશો દોષ નથી.
પરંતુ આ તેમની ઘેલાઈ ભરેલી વાત સાંભળવા લાયક નથી. કારણ કે બીજાએ જીવને મારીને તૈયાર કરેલું માંસ ખાતાં પણ તેમાં ખાનારની અનુમતિ (મંજુરી) કાયમ કરે છે, અને તેના લીધે જ તેથી કર્મ બંધ થાય છે. જે માટે લેકમાં પણ એવું કહેવાય છે કે --
अनुमंता विशसिता, संहर्ता क्रय विक्रयी संस्कर्ता चोपभोक्ताच, घातक श्चाष्ट बातकाः
For Private and Personal Use Only