________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિહાર્ય મિમાંસા,
લેવી એમ કહેતાં મફળ એવું ક્રિયા વિશેષણ વાપર્યું છે, તેમ મધમાંસના ભક્ષણને નિષેધ કરતાં કંઈ તેવું વિશેષણ વાપર્યું નથી. એ પરથી જૈન સિદ્ધાંતમાં મધમાસ ભક્ષણના નિષેધની કેવી (સપ્ત) વ્યવસ્થા છે તે પોતે વિચારી લેવું કે જેથી ક્યારે પણ એવા અનર્થકુરને ઉદ્ભવ થવા ન પામે એમ અમે આશા રાખીએ છીએ.
એજ રીતે સૂત્રતાંગ (સૂયગડાંગ) સૂત્રના બીજા ભુતસ્કંધના બીજા અધ્યયનમાં મુનિને આચાર વર્ણન કરતાં તેઓ બેતાલીશ દોષરહિત આહારના આહારી હોય-ઇત્યાદિ પ્રતિપાદન કરીને કહ્યું છે કે –
अमज्जमंसासिणो. (એટલે કે તેઓ મધમાંસ ખાઉ ન હોય).
આ પાઠથી સર્વથા ખુલ્લી રીતે મધમાંસ ભક્ષણનો નિષેધ પાડવામાં આવે છે અને તે તમારા પિતાના કરેલા સૂત્રકૃતાંગના અંગ્રેજી ભાષાંતરના રૂ૭૮ મા પેજમાં રહેલું છે, છતાં તમે તે ભૂલી જઈને “પ્રાચીન મુનિઓ માંસાહારી હતા” એમ બેધડક કહે છે, માટે તમને અમે તે બાબત સ્મરણ કરાવીયે છીયે.
વળી વિવાહપ્રજ્ઞપ્તિ એટલે કે ભગવતી સૂત્રના આઠમા શતકના નવમા ઉદેશમાં ગૌતમ ગણધરે નરયિક આયુ તથા તેવા કાર્મણ શરીર પ્રયોગ બાંધવાનું કારણ પૂછતાં શ્રી મહાવીર ભગવાને માંસાહારને પણ તેના કારણ તરીકે ખુલ્લી રીતે જણાવેલ છે, તે સંબંધ આ રીતે છે
ગતિમ પૂછે છે કે હે ભગવન, નરક યોગ્ય આયુ તથા કામણ શરીર પ્રયોગ શર રીતે બંધાય?
એના ઉત્તરમાં ભગવાન કહે છે કે હે ગૌતમ, મહા આરંભ, મહાપરિગ્રહ, પંચેંદ્રિય જીવોનો વધ, અને માંસાહાર એ ચાર કારણોથી જીવ નરકનું આયુષ્ય તથા કાણું શરીર પ્રયોગ બાંધે છે, અને તેના ઉદયથી નરકમાં જાય છે.
એજ રીતે સ્થાનાંગ સૂત્રના ચોથા ઠાણુમાં તથા ઔપપાતિક (વિવાઈ) સૂત્રમાં પણ નરકે જવાના ચાર કારણેમાં શું કારણ માંસ ભક્ષણ જણાવ્યું છે.
* પ્રવચન સાહાર નામના ગ્રંથમાં પણ મધુ, મધ, માંસ, અને માખણ એ ચારેને અભક્ષ્ય બતાવીને વર્જવા લાયક જણાવ્યા છે તે આ રીતે કે પાંચ ઉંબર, ચાર વિનય (મધુ–મધ-માંસ-માખણ), હિમ, કરા, વિષ, માટી, રાત્રી ભોજન, બહુ બીજ, અનંતકાય (કંદમૂળ વગેરે), સંધાનક (તેલના બેડામાં નાખવાથી બગડેલે અચાર), ઘેળવડા, વેગણ. અજાણ્યા ફળ ફૂલ, તુચ્છ ફળ, અને ચણિત-રસ (સડેલી વસ્તુ છે એ બાવીશ અભક્ષ્ય હવાથી વર્જવાં જોઈએ.
આ રીતે મધ માંસાદિ ભક્ષણના નિષેધક વચનામૃતથી જેમનું અંતઃકરણ સીંચાયેલું હોય છે તેવા નરકાદિ દુર્ગતિમાં નહિ જનાર મોક્ષાર્થી જીવો મધ માંસ ભક્ષણ કર્યા વગર પિતાના મનનું સમાધાન કરી લે છે. બાકી જેઓ જીભની લાલસાના દાસ થઈને તેનું ભક્ષણ કરે છે, તેઓ બે બાજુથી કર્મ બંધ કરીને નરકમાં પડી પરમધામિકેના હાથે ભયંકર
For Private and Personal Use Only