________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬).
સમાચના, ખાસ ઉપયોગી પદ્ધતિથી દૂર નાસતા ફરે છે. હવે વખત બદલાવાની વાત પૂરી કરીએ કે એટલું છતાં હાં પણ વખતે કેટલાક ફેરફાર કર્યો છે, પહેલાં પુસ્તક લખાતાંજ નહિ, પછી તે તાડપત્ર પર લખાયાં, ફેર તે કાગલપર લખાયાં, અને હવે મુદ્રિત થવા લાગ્યાં છે, અને આ જડાલ તેઓમાના ઘણા પુસ્તકે જો કે હલકા કાગલ ઉપર છાપવામાં આવે છે, પણ ત્યાં લગી તે વખત બદલાશે એટલે વિલાયતના જેમ ઊંચામાં ઊંચા કાગ ઊપર છપાતાં શરૂ થશે. હવે આટલા ફેરફાર જોયા પછી આપણે એ સાર ખેંચીએ કે ભાઈઓ, દેશકાળને અનુસરીને વવું એજ ભગવાનની પ્રધાન આજ્ઞા છે તો તેમાં શું ગેરવાજબી છે. માટે હવે વખત એવો આવી લાગે કે જ્યારે આપણે સત્રોના અંગ્રેજી, જર્મન, વગેરે ભાષાઓમાં ભાષાંતરો થતા ચાલુ છે, ત્યારે આપણું જૈન યુવાનોને સૂત્રોના અર્થનું જ્ઞાન આપવા ખાતર શા માટે ગુજરાતીમાં ભાષાંતરો બાહેર નહિ પાડવાં. અલબત અમે એટલું તે વાજબીની રાહે કબુલ કરી ચૂક્યા છીએ કે તે ભાષાંતરો ભાષા અને શૈલીના અજાણમાણસના હાથે તૈયાર કરાવવાં નજ જોઈએ, પણ જેને સ્વપર સમયનું સારું જ્ઞાન હોય એવા સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ પુરૂષના હાથે ભાષાંતરે તૈયાર કરાવવામાં આવે છે તેથી સાધારણ જૈન બંધુઓને આપણુ પવિત્ર સૂવામાં શી શી વાતો છે તેની માહિતી મેળવવામાં તે અમૂલ્ય સાધન થઈ પડે.
આવી દેશકાળની અસર નીચે અમે એક પ્રયોગ દાખલ અમારી અલ્પમતિના અનુસારે રચી તૈયાર કરેલું આ આચારાંગ સૂત્રનું ગુજરાતી ભાષાંતર જૈન મુનિઓ, જૈન વિદ્વાને અને સામાન્ય જન પ્રજાના હદય કમળની સામે તેમના હસ્તકમળમાં રજુ કરીયે છીયે; અને એને શો ઉપયોગ અથવા પરિણામ પ્રાપ્ત થાય છે તે જોઈને તદનુસાર અમે અમારા પ્રયત્નમાં આગળ વધીશું.
ભાષાંતર થવાથી મૂળ સૂત્રની જરૂર ઓછી રહે અથવા તેનું માન ઘટવા પામે એમ કોઈ તરફથી ભય બવાવવામાં આવતું હોય તો તે સંબંધે અમારે એટલેજ ખુલાસો આપવાને છે કે જે મૂળમાં અલેકિક ચમત્કાર રહેલ છે તો તે ભાષાંતરકારી કિચિત્માત્ર પણ દષ્ટિગમ્ય થવાથી મૂળ તરફ લોકો અતિશય ખેંચાશે અને એ રીતે જેમ રાત નાટકના અનેક ભાષાઓમાં અનેક ભાષાંતર થયાથી ખુદ મૂળ પણ વધુ પ્રસિદ્ધિ પામ્યું છે અને વધુ જરૂરનું થઈ પડ્યું છે તેમ અકિક ચમત્કારવાળા ના સૂત્રો પણ ભાષાંતરના યોગે ઓર વધુ પ્રિય થયા વિના રહેનાર નથી એ વાત નિઃસંશય છે. માટે જેમ મંત્રિઓથી રાજાની સત્તા અને પ્રતાપમાં વધારે જ થાય છે, તેમ આ ભાષાંતરથી મૂત્ર પૂર વધુ પ્રકાશમાં આવે એમ અમે અંતઃકરણ પૂર્વક ઈચ્છીએ છીએ.
ભાષાંતરકાર,
For Private and Personal Use Only