________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
પ્રસ્તાવના
રહી, લખાણ કરવામાં આવ્યું છે, તે અમારી સમજ બહાર હતું એમ કોઇએ ધારવાનું નથી, અમે પોતે પણ કાલ કરીએ છીએ કે પવિત્ર સુત્રેનાં ભાષાન્તર કરવાં અને તેમનું રહસ્ય બહાર લાવવું એ બહુજ મુશ્કેલ અને મહાભારત કામ છે, પરન્તુ હાલના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરી, કેળાએલા વર્ગ જેનાપર ભવિષ્યની પ્રજા અને સ્વધર્મના ઉદયને આધાર છે તેએ, આવાં મૂળ સૂત્રેા ભંડારામાંસડતાં પડેલાં હોવાથી, સમજવાને, બાપ!ના અજાણપણાને લીધે, પ્રયત્ન કરતા નથી,તે અટકાવવાની ખાતર “Something is better than nothing'' એ ન્યાયને અનુસારે અમેએ આ ભાષાન્તર એક વિદ્વાન સાધુમુનિરાજની કાળજીભરી દેખરેખ નીચે તૈયાર કરેલું છે. જો કે જ્ઞાનાવરણીય કર્મની બાહુલ્યતાને લઇને અમે નિર્દોષ હોવાને દાવા કરી શકતા નથી છતાં અમેએ સર્વ સંપ્રદાયવાળાઓને અનુકૂળ પડે તેમ સાદી અને સરળ ભાષામાં ભાષાન્તર કરવા યથાશક્તિ પ્રયત્ન કરેલા છે—જ્યારે સળી કામેા ધર્મ નાનમાં ઊંડી ઉતરતી જઈ પોત પોતાની ભાષામાં પે.તાનાં ધર્મ પુસ્તકો પ્રસિદ્ધ કરે છે ત્યારે જૈન સૂત્ર કે જે માગધી ભાષામાં લખાયેલાં છે, તે ભાષા દેશના કોઈ પણ ભાગમાં પ્રચલિત નહીં હોવાથી, તે વાંચવા અને સમજવા હાલનેા કેટલા જૈન વર્ગ શ્રમ લે છે તેના આંકડા અમે બહાર લાવીએ તો પોતાના પગપરજ કુહાડા મારવા જેવું થાય.
આ સૂત્રનું ભાષાન્તર બહુજ સંભાળથી કરવામાં આવ્યું છે. અને વળી વધારે ખુશી થવા જેવું એ છે કે જૈન સપ્રદાય માંહેનાં એક કરતાં વધારે પક્ષવાળાઓએ સાથે મળીને આ ભાષાન્તર તૈયાર કરેલું હોવાથી તે નિષ્પક્ષપત થાય તેમાં નવાઈ જેવું નથી અને તેથી સવૈને તે રૂચીકર થવા સભવ છે
આ ભાષાંન્તર અમેએ લાંખે વખત થયાંતૈયાર કરેલું પરન્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સારા સોંગ વચ્ચે આ મહાન પવિત્ર પુસ્તક પ્રસિદ્ધ થાય એવી અમારી ઇચ્છા હતી. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આપણા આર્ય દેશને અનાવૃષ્ટિ અને દુષ્કાળથી બહુ પીડાવું પડે છે તેથી અમેા સારા વખતની રાહ જોતા હતા, છતાં કેટલાક સુત્તુ મિત્રાના આગ્રહથી આવા સંજોગો વચ્ચે પણ આ પુસ્તક પ્રસિદ્ધ કરવું પડયું છે; આ પુસ્તકને šાળા ફેલાવે થઇ સદુપયોગ થાય એવું અમે ઇચ્છીએ છીએ.
આ ભાષાંન્તર કરવામાં જે વિદ્વાન સાધુ મુનિરાજજીએ અમેને નિષ્પક્ષપાત અને નિ:સ્વાર્થ સાહ્યતા આપેલી છે અને જે પેાતાનું નામ પ્રસિદ્ધિમાં લાવવા ખુશી નથી તેને અમે અમારા જીગરથી ઉપકાર માનીએ છીએ.
r
આ સૂત્રમાં જે હકીકત આવેલી છે તેનું સંક્ષિપ્ત વિવેચન “ પ્રવેશ વિભાગમાં આપવામાં આવનાર છે તે વાંચવાથી ઉદ્દેશ સમજી શકાશે.
""
આ ભાષાન્તર કરતાં ભૂલથી, દોષથી, હસ્તદોષથી કે વિચાર દ્વેષથી જે કંઇ મૂળ સૂત્રકારના અભિપ્રાયથી કાંઈ વિપરીત થયું હોય તેને માટે શ્રી અરિહંત, સિદ્ધ, કેવળી, તથા શ્રી ચતુબિંધ સંધની સાક્ષીએ અમે અંતઃકરણ પૂર્વક મારી માગીએ છીએ,
અશાડ પૂર્ણિમા.
For Private and Personal Use Only
પ્રે. વજીભાઈ દેવરાજ અને
જૈન સ્કેલર્સ.