________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
વિધાને આવી રીતે ભાષાન્તર કર્યો હોત તે નક્કી તેઓ શબ્દાર્થ કરવામાં પિતાને ખાસ સંપ્રદાય તરફ દોરાયા હેત.
જ્ઞાનીને માર્ગ સ્વાદવાદ છે તેથી તેમાં મતભિન્નતા હોવી અસભવિત છે તેમજ તે માર્ગને આચરનારા ખરા વિદ્વાનોએ પણ તેવા કદાગ્રહથી કંટાળી જંગલમાં જઈ આત્મ સાધન કરેલું છે એવું જૈન તવારીખ ઉપરથી સાબીત થઈ શકે છે. આનંદઘનજી જેવા મહાત્માએ. “ ઘટાિળ નિન અંગ મળીને. ” વગેરે શબ્દોમાં શ્રી નમીશ્વર ભગવાનની સ્તુતિ કરતાં જ્ઞાનીને સ્વાવાદ માર્ગને જ અક્ષરશઃ કબુલ કરેલ છે.
શ્વેતાંબરી (દેરાવાસી–સ્થાનકવાસી) અને દિગંબરી સર્વ મતવાળાએ એકત્ર થવું જોઈએ. જ્ઞાનીને વાક્યના વિપરીત અર્થ કરવાથી જ્ઞાનાવરણય કર્મ બંધાય છે, તેથી મત ભિન્નતા દૂર કરી સર્વ એકત્ર બને અને સ્વધર્મની થતી પાયમાલીનો ઉદ્ધાર કરે અને પૂર્વે જેમ તે સર્વોત્તમ ગણાતે તેવી જ રીતે પુનઃ સર્વોત્તમ ગણાય તે એકત્ર થઇને પ્રયાસ કરે. એકજ માબાપના જુદા જુદા પુત્ર કુસંપી થાય તે તે કુલ ક્ષય નજીક છે એમ સમજીને આપણા સ્વાવાદ માર્ગમાં ભવિષ્યના શ્રેય માટે સર્વેએ એકત્ર થવું આવશ્યક છે.
બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય” એ ન્યાયે આપણા જુદા જુદા સંપ્રદાયવાળાઓ લડે છે તેથી ત્રીજા ફાવી જાય છે. વસ્તીપત્રના આંકડાઓ ઉપરથી જણાય છે કે ખ્રિ
સ્તી ધર્મમાં ભળેલાઓની સંખ્યા જેટલી દશ વર્શ પહેલાં હતી તે કરતાં હાલ બહુજ વધી ગઈ છે. આવી રીતે છેલ્લા સૈકામાં નીકળેલા નવા સંપ્રદાયોને સંખ્યામાં ઘણા માણસો ભળતા જાય છે અને જૈનધર્મિઓ ઘટતા જાય છે.
દેશની પ્રચલિત ભાષામાં આપણાં સૂના ભાષાન્તર હજુ સુધી પ્રસિદ્ધ ન થવાનાં ઘણાં કારણો છે. આપણા લેકમાં પૂરતું ઉત્તેજન નથી. ભંડારવાળાઓ પુસ્તકો પડતર રાખી તેમાં સડાવે છે ને ઉઘઈને ખવરાવે છે, પણ ઉપરોગ માટે કોઈને આપતા નથી, તેમજ આમ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તેનું લેશ પણ ભાન તેમને રહેતું નથી. ને સબળ કારણ તે એ છે કે તેવા વિદ્વાનેની આપણુમાં બહુ બેટ છે. જ્ઞાનનું કોઈ પણ રીતે બહુ માનપણું નથી. પુસ્તક સડી જાય-બગડી જાય તે ભલે પણ જ્ઞાનનો પ્રચાર કરે તે - ધળી થધાવાળા Orthodox જૈને જેનું સંપ્રદાયમાં વિશેષ પ્રાબલ્ય છે તેમને પસંદ નથી, આવા રૂઢ વિચારે સ્થળે સ્થળે મફત લાભ આપતાં પુસ્તકાલયો સ્થપાય તેજ દૂર થઈ શકે તેવો સંભવ છે ને તેથી કેળવાયેલા વર્ગને બહુજ લાભ થવા સંભવ છે. આવા ઉચ્ચ આશયવાળું મફત લાભ આપતું એક પુસ્તકાલય મોરબીમાં બે વર્ષ થયાં સ્થાપવામાં આવ્યું છે, જેનો લાભ ઘણા લોકો છૂટથી લે છે, આવાં પુસ્તકાલયો જુદે જુદે સ્થળે સ્થપાપ અને તેથી યુવાન વર્ગને વાંચવાના સાધને મળે તે જોન માર્ગની ઉન્નતિની આશા રાખી શકાય.
જે ધોરણ અંગ્રેજ વિદ્વાનોએ અંગીકાર કરેલું છે તે નિષ્પક્ષપાત ધોરણ અનુસાર આ ભાષાન્તર કરેલું છે. અને તેમાં કોઈ પણ જાતનાં મત મતાંતરમાં ન તણાતાં સ્વાવાદ આશય અંગીકાર કરે છે. જો કે આવા ભાષાન્તરો સમર્થ વિદ્વાનોની કસાયેલી કલમથી ભૂષિત થયાં હોય તે તે વધારે સારાં થાય પરંતુ અમોએ અમારી અલ્પ શક્તિ અને અલ્પાનુભવ વડે જેમ બને તેમ નિષ્પક્ષપાત અને શુદ્ધ ભાષાન્તર કરવા પ્રયાસ કરેલ છે.
For Private and Personal Use Only