________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
પ્રસ્તાવના
જ્ઞાનીના વાક સંક્ષિપ્ત જ હોય છે–તેનાં ટુંક શબ્દમાં ઘણે ભાવાર્થ સમાયેલું હોય છે. આપણાં આગમે વાંચતાં આવાં વાક સ્થળે સ્થળે નજરે પડે છે, જેથી વાચકવર્ગ પિતાની સ્થળ બુદ્ધિને લઈને રહસ્ય સમજી ન શકે તે તેનાં મૂળ લેખકને કશો દેવ દેવાને નથી. આ વાતની સત્યતાની ખાત્રી એટલા ઉપરથીજ થશે કે જૈન આગમો લખાયા પછી કેટલાક વિદ્વાનોએ તે ઉપર નિતિ, ભાષ્ય ચૂર્ણિ, ટીકા વગેરે કરેલાં છે તે એવા હેતુથી કે આજના દુર્લભ બધી જીવને તે વાક્ય સમજવાં સુગમ પડે.
મૂળ જૈન આગમો ૮૪ હતા તેમાંથી ભયંકર દુકાળ તથા રાજ્ય વિધ્યાના સમયમાં, કેટલાંક ગામ, નગર, શેહેરો વગેરે ઉજ્જડ થઈ નાશ પામ્યાં તે સાથે આપણું ઘણું સૂત્રો પણ લય પામ્યાં. તેપણ સુભાગે હાલમાં તેમાંના ૩૨ થી ૪૫ અગમ વિદ્યમાન રહ્યા છે.
અર્વાચીન સમયમાં માગધી–પ્રાકૃત અને સંસ્કૃતનો અભ્યાસ ઘટતો ગયો અને તેથી સૂત્રોની શૈલી સમજનારાઓની ખોટ પડવા લાગી. જો કે મુદ્રણકળાની સાહ્યતાથી સગવડતા વધતી ગઈ છે પરંતુ દુનીયે તે વાંચી સમજવાનો લાભ લેનારાઓની ખામી છે. સની શૈલી અને તેમાં રહેલા દિવ્ય રહસ્ય સમજવા માટે પ્રાકૃત અને સંસ્કૃત જ્ઞાનની મુખ્ય જરૂર છે, પરંતુ તેટલું જ્ઞાન ધરાવનારા સુભાગે હાલ એક હજાર જૈનમાંથી એકાદ માત્ર મળે, આવી દયામણું સ્થિતિને લઈને જૈન ફિલસોફીનું ઉત્તમ જ્ઞાન ઘટતું ગયું અને હજુ પણ ઘટતું જાય તેમાં આશ્ચર્ય થવા જેવું નથી. આવા બારીક સમયે સુભાગે માજી ઍ ફકર મૈક્ષમૂલરના શિષ્યો મિ. હરમન જેકેબી, કટર હૈ ર્નલ. મિ. એલ્ડનબર્ગ, મિ. વેબર 3. હ્યુમૅન વગેરે પાશ્ચિમ વિધાન-જર્મન ઓરીએન્ટલ રિએ જેન ફિલેકીનું મહત્વ સમજવા માટે મથન કરી કેટલાક આગમોના ભાષાતર અગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કયો, જે જોતાં તેઓની વિદ્વત્તા એક અવાજે કબલ રાખ્યા વિના ચાલતું નથી. અર્વાચીન જમાનાને જન ફિલોસોફી સમજવાનો મુખ્ય આધાર આ વિદેશી વિદ્વાનોના ભાષાન્તર ઉપરજ છે, કારણ કે સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં નિપુણતા ધરાવનારાઓની સંખ્યા જુજ માત્ર-નજીવી સરખી છે. પ્રચલિત-દેશી ભાષાનાં સારાં ભાષાન્તરના તેમજ સંસ્કૃત નામના અભાવે પૂર્વોક્ત પુસ્તક વાંચવા, હાલ કેળવાયેલે વર્ગ દેરાય અને તે ઉપરથી જૈન ફિલેસેલ્ફી માટે મતબાંધવા પ્રેરાય એ કઈ પણ રીતે અનુચિત નથી. હવે પ્રશ્ન એ થાય છે કે એ જર્મન વિદ્વાનોએ જે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે અને તેમાં જે વિચારો દર્શાવ્યા છે તે જૈન આગમ અનુસાર યથાતથ છે કે નહિ ? આ હેવે તપાસવાનું છે.
ઇસ્વીસન ૧૮૮૪ની સાલમાં જ્યારે મિ. જેકેબીએ આચારાંગ તથા કલ્પસૂત્રના ભાષાંતરો પ્રસિદ્ધ કર્યો, તે વખતે જૈન ફિલોસોફી માટે તેમજ જૈન ધર્મની પ્રાચીનતા માટેના તેના તથા બીજા વિદ્વાનના જે વિચારે હતા તે વિચારો દશ વર્ષ પછી એટલે ઈસ્વીસન ૧૮૯૫ ની સાલમાં જ્યારે શ્રી સૂત્રકૃતંગ તથા ઉત્તરાધ્યયન સૂવાના ઇગ્રેજી ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવ્યા તે વખતે ઘણાજ બદલાએલા જોવામાં આવે છે. પ્રથમ એરીયેન્ટલ લ–તે વિદ્વાનોને એ અભિપ્રાય હતો કે જૈન એ બાદ્ધની એક શાખા છે, અને બ્રાદ્ધના મૂળતત્વો અનુકરણ જો એ કરેલું છે. હાલના કેળવણી ખાતામાં જે ઈતિહાસ ચાલે છે તેમાં આ ભાવાર્થનું શિક્ષણ અપાતું હોવાથી માં પણ ન બાળકને પણ તેવી શ્રદ્ધા થાય એ સંભ વિત છે. તે બાબત મિ. જેકેબીએ આચારસંગ સૂત્રની પ્રસ્તાવનામાં લંબાણથી વિવેચન કરેલું છે. આ વિવેચન તેના પિતાના બીજા પુસ્તકની પ્રસ્તાવનાના પ્રથમ વાકયથી જ બદલાએલું આપણું નજરે પડે છે કે
For Private and Personal Use Only