________________
વેચાણ લઈ ઉમેર્યું છે. તથા સં. ૧૯૭૯-૮૩ માં અંચલગચ્છ પાયચંદગ૭ શ્રીમાન વિનેદવિજ્યજી મહારાજ અને સાધ્વીજી શ્રીને શ્રીજી આદિના પુસ્તકસંગ્રહને પણ ઉમેરે કરવામાં આવ્યો છે.
ભંડારમાં તાડપત્રીય જે પ્રતા છે તે શેઠ પાસા દેવચંદ, પિતાના ભાગીદાર સ્થાનકવાસી મહેતા ડોસા ધારસી ખંધાર સાથેની ચર્ચાને પ્રસંગે પાંચસો (૫૦૦) રૂપીઆ ડિપોઝીટ મૂકીને પાડણના સંઘ વીના પાડાના તાડપત્રીય પુસ્તક ભંડારમાંથી લાવેલા છે. આ વાત જેમ અહીં પ્રસિદ્ધ છે તેમ પાટણના તે ભંડારના રક્ષક પટવાઓ પણ તે ડિપોઝીટ પોતાની પાસે હોવાનું કબૂલે છે. આ રૂપીઆ શેઠ ડાસા દેવચંદના પિતાના કે લીંબડી શ્રીસંઘના તે કોઈ જાણતું નથી.
વહીવટ-જ્ઞાનભંડારનો વહીવટ શેઠ ડોસા દેવચંદથી લઈ આજ સુધી તેના વંશજો કરતા હતા. સં. ૧૯૪૬ માં તે સંધની સત્તા નીચે સોંપાયો. સંઘની સત્તામાં આવ્યા પહેલાં અને પછી પણ ભંડારને સુધારવાને બહાને, તેની ટીપ કરવાને બહાને અગર વાંચવા લેવાને બહાને વહીવટ કરનારના વિશ્વાસનો અથવા તેમની અણસમજને લાભ લઈ કઈ કઈ મહાશાએ પુસ્તકે અસ્તવ્યસ્ત કર્યાનાં તેમજ પાછાં નહીં આપ્યાનાં અવશેષો જોવામાં આવે છે. આચારાંગચૂર્ણ આદિ પ્રતિઓ અર્ધી બાકી રહેલ છે, નંદીચૂર્ણ શ્રાદ્ધવિધિ આદિ પુસ્તકે સર્વથા નથી, સ્વર્ણાક્ષરી ભગવતીસૂત્ર હરાઈ ગયું છે અને લિંગાનુશાસન પાટીકા પુસ્તક્ના અંતિમ પાનાને રાખી બાકીનું પુસ્તક ચોરી લઈ તેના બદલે કોઈ રાસનાં તેટલાં પાનાં જોડી દીધાં છે. શ્રીમાન ઋદ્ધિસાગરજી તેમજ પ્રોફેસર રવજી દેવરાજ કૃત ટિપ જોતાં ઘણાંય પુસ્તકે અસ્તવ્યસ્ત થયાં જણાય છે.
સ્થાન–આજ સુધી ભંડાર સંગીના ઉપાશ્રયમાં રહેતો હતો. પાછલાં કેટલાંક વર્ષ થયાં તેને નવા મંદિરમાં રાખવામાં આવ્યો હતો. હાલ તેને જુના દેરાસરના ઉપરના ભાગમાં બનાવેલ જ્ઞાનમંદિરમાં રાખેલ છે. આ જ્ઞાનમંદિર બંધાવવા માટે લીંબડીનિવાસી દશાશ્રીમાલિજ્ઞાતીય પુણ્યાત્મા શેઠ ભગવાદાસ હરખચંદે પિતાની માતુશ્રી દીવાળીબાઈના શ્રેયાર્થે રૂ. ૫૧૦૧ આપેલ છે
વ્યવસ્થા–પ્રારંભમાં પુસ્તકની રક્ષા માટે તેને કાગળના તેમજ લાકડાના ડબામાં મૂકી, તે ડબાએને સુતરાઉ પડ સાથે બેવડાં સીવેલ મશરૂનાં બંધનોથી સારી રીતે બાંધી મજાસમાં રાખેલ હતાં. દરેક ડબામાં જીવડાં ન પડે તે માટે ઘોડાવજના ભૂકાની પાટલી રાખવામાં આવેલી હતી. ગ્રંથને વિભાગ જાણવા માટે ત્યારે શી વ્યવસ્થા હતી તે કહેવાય નહિ, પરંતુ સંભવત: જેમ અન્ય પ્રાચીન ભંડારમાં ગ્રંથને વિભાગ જાણવા માટે કાચા સુતરના દેરાથી તેને બાંધેલ હોય છે તેમ આમાં પણ હોવું જોઈએ. સં. ૧૯૫૪માં પૂજ્ય શ્રીમદ્વિજયાનંદસૂરિ ( આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય શ્રીમદ્વિજયકમલસૂરિ (તે સમયના કમલવિજયજી) મહારાજશ્રીએ ચોમાસું કર્યું ત્યારે તેમણે એટલે સુધારો કર્યો કે-દરેક ગ્રંથને ઓળખવા માટે તેને પ્રતની જાડાઈ-પહોળાઈ પ્રમાણુનાં ચાર આંગળ લાંબાં કવરો ગંદરથી ચોડી બલૈયાની જેમ ચડાવી તેના ઉપર તે તે ગ્રંથનું નામ, પત્રસંખ્યા, તેને નંબર અને ડાબડાનો નંબર લખવામાં આવ્યો. અનુક્રમે પુસ્તકસંગ્રહને મજૂસને બદલે કબાટમાં રાખવામાં આવ્યું. અંતિમ વ્યવસ્થા થયા પહેલાનો આ સાધારણ ઇતિહાસ છે.
આ અનુક્રમે થતી આવેલ વ્યવસ્થામાં બે મોટી ટિઓ હતી. એક તે એ કે-જે ડાબડામાં પુસ્તકે રાખવામાં આવેલ હતાં તે ડાબડા ઘણું ખરા તેમાં મૂકેલ પુસ્તકે કરતાં સવાયા લાંબા-પહોળા હતા, જેથી જેટલી વાર પુસ્તકે લેવા-મૂકવા માટે તેને બહાર કાઢવામાં આવે તેટલી વાર તેમાંનાં જીર્ણ પુસ્તકે ભાગીને ભૂકે થઈ જતાં, એટલું જ નહિ પરંતુ જે સારી સ્થિતિમાં હતાં તે પણ અકાળે નાશના મુખમાં પહોંચતાં હતાં. બીજી એ કે–પ્રતો ઉપર જે કવરો ચડાવેલ હતાં તે ગંદરથી ચોંટાડેલ હોઈ તેને બહાર કાઢીને પુનઃ ચડાવવા જતાં, ચડાવનાર કુશળતાથી ચડાવે તથાપિ આદિ-અંતનાં પાનાં ફાટી જતાં. અને આ રીતે ઘણી યે સારામાં સારી પ્રતોનાં આદિ-અંતનાં કેટલાંય પાનાં જીર્ણ થઈ ગયાં છે. આ સિવાય વાંચવા આપેલ પુસ્તક વાંચનારની બે કાળજીને લીધે અથવા પાછા આવ્યા પછી તેને યથાસ્થાન મૂકવાની વહીવટદારની કાળજીને અભાવે કેટલાંક પુસ્તકે અને કેટલાંએક પુસ્તકનાં પાનાંઓ