________________
અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. તેમજ અન્યગચ્છનાં પુસ્તકે તેના ખાસ રક્ષક કાઈ ન રહેવાથી સંધની સત્તામાં આવ્યા બાદ અવ્યવસ્થિત દશામાં પડયાં હતાં.
ઉપરોક્ત કારણોને લીધે ભંડારની વ્યવસ્થા પુનઃ થાય એ આવશ્યક હોવાથી સં. ૧૯૭૯ માં પ્રવકજી મહારાજશ્રી કાંતિવિજયજીએ ચોમાસું કર્યું ત્યારે મારા પૂજ્ય ગુરૂશ્રી ચતુરવિજ્યજી મહારાજે ભંડારને વ્યવસ્થિત કરવાનું કાર્ય શ્રીસંઘની સમ્મતિથી હાથ ધર્યું. આ વખતની વ્યવસ્થામાં ભંડારમાંની દરેક પ્રતિનાં પાનાં ગણી, એક બીજી પ્રતોમાં પેસી ગયેલ પાનાંને યથાસ્થાન ગઠવી તેને પ્રતિપ્રમાણુ કાગળનાં કવરો વીંટાળ, તેના ઉપર નામ પત્ર નંબર આદિ લખવામાં આવેલ છે. દરેક પુસ્તક દીઠ અને નાનાં નાનાં બે ચાર પુસ્તક દીઠ બે પાટીઓ તેની સાથે ચેડેલ ફીતાથી બાંધેલ છે. તેના ઉપર ભંડારના નામનું છાપેલું લેબલ ચોડી તેમાં પણ પુસ્તકનું નામ પત્ર સંખ્યા નંબર લખવામાં આવેલ છે. આ કાર્ય કરવામાં મુનિ શ્રી જસવિજયજી મુનિ શ્રીનાયકવિજયજી તથા મુનિ શ્રીમેઘવિજ્યજીએ ઘણી સહાય કરી છે. આ પુસ્તકને તેના માપના ડાબડાઓમાં મૂકી તેને સુંદર મજબૂત અને હવાને સંચાર ન થાય તેવાં કબાટોમાં રાખવામાં આવેલ છે. ઉપરોક્ત સઘળી વ્યવસ્થા માટે વઢવાણકેમ્પનિવાસી વસાશ્રીમાલિજ્ઞાતીય ધર્માત્મા શેઠ મગનલાલ વાઘજીએ રૂ. ૨૫૦૧ આપ્યા છે. જેનું અનુકરણ જેનસમાજની ઇતર વ્યકિતઓ કરે એમ આપણે ઈચ્છીશું.
ટિપ–પ્રારંભમાં ભંડારની ટિપ હતી કે નહિ તે જણાયું નથી. તેમ કઈ વૃદ્ધ પુરૂષને પણ તે સંબંધી કશી ખબર નથી. છતાં આપણે એટલું સહેજે કપી શકીએ છીએ કે આવડા વિશાળ ભંડારની ટિપ ન હોય એમ બની જ ન શકે. અસ્તુ અત્યારે તે સં. ૧૯૨૦ માં ખતરગચ્છીય શ્રીમાન દ્ધિસાગરજીએ તથા સં. ૧૯૬૦ ની આસપાસમાં જૈનતાંબર કોન્ફરન્સ તરફથી આવેલ પ્રોફેસર શ્રીયુત રવજીદેવરાજે કરેલી ટિપિ વિદ્યમાન છે. શ્રીમાન ઋદ્ધિસાગરજીની ટિપ કરતાં પ્રોફેસર મહાશયની ટિપ વધારે મહત્વવાળી છે. કારણ કે-તેમાં તેઓએ ગ્રંથનું નામ પત્ર ભાષા કર્તા બ્લેકસંખ્યા ગ્રંથરચાયા-લખાયાની સાલ આદિ સર્વ માહિતી આપી છે, જ્યારે દ્ધિસાગરજીની ટિપમાં માત્ર ગ્રંથનું નામ અને પત્રસંખ્યા સિવાય કાંઇ જ નથી. છેલ્લી ટિપ મારા પૂજ્ય ગુરૂશ્રીએ કરી છે. આ ટિપ કેવી થઈ છે ? તેમજ અપ્રાસંગિક હોવા છતાં એ પણ કહી દઉં કે આ વેળાની ભંડારવ્યવસ્થા કેવી થઈ છે? એ પરીક્ષાનું કાર્ય હું માથે ન રાખતાં તેના પરીક્ષાને જ સેંપી વિરમું છું.
પુસ્તકે–ભંડારમાં કાગળનાં અને તાડપત્રનાં એમ બે જાતનાં પુસ્તક છે. તાડપત્રીય છ પ્રતે સિવાય બાકીનાં બધાંય પુસ્તકે કાગળ ઉપર લખેલાં છે. કાગળનાં પુસ્તકમાં વધારેમાં વધારે લાંબી પ્રતિ પ્રવનાર દીવાની છે. તેની લંબાઈ ૧૭ ઈંચની અને પહોળાઈ કરૂં ઈચની છે. તાડપત્રીય પ્રતામાં જ્ઞાતાધર્મવાળાં અને તેની દીવાની પ્રતિ લાંબી છે. આની લંબાઈ ૩૩ અને પહેલાઈ ૨ ઇંચની છે. કાગળનાં પુસ્તકમાં સૌથી પ્રાચીન પ્રતિ પ્રવચનસારસટીની છે, જેની લંબાઈ પહોળાઈ ઉપર નોંધવામાં આવી છે. આના અંતમાં લખ્યાને સંવત નથી, પણ તેની લિપિ આદિ જોતાં તે ચૌદમા સૈકામાં લખાયેલી જણાય છે. તાડપત્રીય પુસ્તકમાં ફવિાષર્મલાથાં અને તેની રીક્ષાની પ્રતિ પ્રાચીન છે. આના અંતમાં પણ લખ્યાની સાલ નથી. ભંડારમાં સ્વર્ણાક્ષરી બે પ્રતા છે. તે સિવાય બધાં પુસ્તકે કાળી શાહીથી લખેલાં છે. લાલશાહીનો ઉપયોગ કાગળનાં કેટલાંએક પુસ્તકેમાં થયેલ છે, પરંતુ તે શાભાનિમિત્તે અથવા ગ્રંથના મુખ્ય વિભાગો ધ્યાનમાં આવે તેટલા ખાતર જ, તેથી વિશેષ નહિ. બધાંય પુસ્તકો જેન દેવનાગરી લિપિમાં લખેલાં છે. કાગળની પ્રત ૧૪ત્રિપાટ પંચપાટ અને
૧૪ વચમાં મૂળ ગ્રંથ અને ઉપર નીચે તેની ટીકા એમ ત્રણ વિભાગમાં લખાતા પુસ્તકને ત્રિપાટ, તથા વચમાં મળગ્રંથ અને ઉપર નીચે તેમજ બે બાજુના માર્જીનમાં તેની ટીકા એમ પાંચ વિભાગમાં લખાતા પુસ્તકને પંચપાટ કહેવામાં આવે છે. ત્રિપાટ-પંચપાટરૂપમાં સટીક ગ્રંથે જ લખી શકાય છે. આ રીતે લખાએલ પુસ્તકમાં મૂળ ગ્રંથ અને તેની ટીકાને વિભાગ કરવાને શ્રમ દૂર થઈ જાય છે. હાથીની સુંઢની જેમ વિભાગ પાડયા સિવાય સળંગ લખેલ પુસ્તકને શઢ તરીકે ઓળખવામાં આવે છે.