________________
સંગત કારણ હોય તે તે એ જ છે કે-વર્ષાઋતુમાં જ્ઞાનભંડારેમાં પેસી ગએલ સ્નિગ્ધ હવા પુસ્તકેને બાધકર્તા ન થાય અને પુસ્તકે સદાય પિતાની સ્થિતિમાં કાયમ રહે તે માટે તેને તાપ ખવાડવો જોઈએ. તેમજ ઉપર જણાવવામાં આવ્યું તેમ ચોમાસાની ઋતુમાં ભંડારો બંધબારણે રાખેલ હોઈ તેની આસપાસ વળેલ ધૂળ-કચરો સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ લાગવાનો પ્રસંગ ન આવે. આ બધું કરવા માટે સૌથી સરસ અનુકુળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે. કારણ કે–આ સમયે, શરદઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યને પ્રખર તાપ અને ભેજવાળી હવાનો તદન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું ખેદજનક તથા અગવડતાભર્યું થાય–જાણી કુશળ તાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમી (જ્ઞાનપંચમી)ને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિનું રહસ્ય, તેનાથી મળતા લાભો આદિ સમજાવી તે તિથિનું માહાસ્ય વધારી દીધું, અને તેને જ્ઞાનભક્તિ તરફ વાળ્યા. લેકે પણ તે દિવસને માટે ગૃહવ્યાપારનો ત્યાગ કરી યથાશક્ય આહારાદિકને નિયમ પૌષધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં ભાગીદાર થવા લાગ્યા. જે ઉદ્દેશથી ઉક્ત તિથિનું માહાઓ ગાવામાં આવ્યું તેને તો અત્યારે અભરાઈ ઉપર મૂકવામાં આવ્યું છે. અર્થાત્ પુસ્તક ભંડારો તપાસવા, ત્યાં કચરો સાફ કરો, પુસ્તકાને તડકે દેખાડો, બગડી ગયેલ પુસ્તકે સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘોડાવજના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા ને લીસોટા રહ્યા” એ કહેતી પ્રમાણે આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણાં ખરાં નાનાં મોટાં નગરોમાં થોડાં ઘણાં જે હાથમાં આવ્યાં તે પુસ્તકની આડંબરથી સ્થાપના કરી તેના પૂજા–સત્કાર આદિથી જ કતત્યતા માનવામાં આવે છે.
- ઉપરોક્ત જ્ઞાનપંચમી તિથિના માહામ્યના ખરા રહસ્યને અને તે દિવસના કર્તવ્યને વિચારવાને કારણે આપણું ઘણીય સ્થળોના કીમતી પુસ્તકસંગ્રહો ઉધેઈ આદિના ભક્ષ્ય બન્યા છે. જેનું તાજું ઉદાહરણ સુરતના વડાચેટાના ઉપાશ્રયમાં મૂકેલ પૂજ્યશ્રી ૧૦૮ શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી જયમુનિજીને પુસ્તકસંગ્રહ છે. જે તપાસ કરાયા સિવાય પટારામાં પૂરાઈ રહેવાથી તેમાંનાં ઘણાં ખરાં પુસ્તકે જીવડાએ એવાં કોરી ખાધાં કે-જેથી તે કશાય કામનાં ન રહ્યાં.
પ્રસ્તુત જ્ઞાનભંડાર સ્થાપના-પ્રસ્તુત જ્ઞાનભંડારની સ્થાપના ક્યારે થઈ અથવા કોણે કરી એ માટેનું ઉલિખિત કશું જ સાધન મળી શક્યું નથી. તેમ છતાં કોરા ડોસા દેવચંદના વખતથી પ્રસ્તુત ભંડારને વહીવટ અવિચ્છિન્ન રીતે ચાલ્યો આવે છે. તે પહેલાના લીંબડીમાં લખાયેલાં કેટલાંક પુસ્તક ભંડારમાં દેખાય છે એ ઉપરથી એમ કહી શકાય કે-આ ભંડાર તેમના પહેલાના સમયનો છે. ભંડારમાં જે પુસ્તકે વિદ્યમાન છે એ,-લીંબડીનગર સ્થાનકવાસી સંપ્રદાયનું પાટનગર હાઈ તેમની સાથેની ચર્ચામાં વારંવાર પુસ્તકની જરૂરત જણાયાથી,-મુનિવર્ગનાં મૂકેલાં હોવાનો સંભવ વધારે છે. એ પણ સંભવ છે કે-કદાચ શેઠ સા દેવચંદ પોતાની લાગવગવાળા કેાઈ સ્થળના પુસ્તકસંગ્રહને લાવ્યા હોય. અહીં એટલું જણાવવું જોઈએ કે-શેઠ ડોસા દેવચંદ આદિની જ્ઞાનભંડાર પ્રત્યે હાર્દિક લાગણી હોવા છતાં તેમણે પુસ્તકે લખાવવામાં નવો જ અર્થવ્યય કર્યો છે. એ વાત એટલા ઉપરથી કહી શકાય છે કે–આખા ભંડારમાં ડાસા વહોરા અને તેમના વંશજનાં લખાવેલ માત્ર બે ચાર પુસ્તક જ નજરે આવે છે, અને તે પણ સુત્રકૃતાંગનિર્યુકિત જેવાં નાનાં નાનાં.
પ્રસ્તુત જ્ઞાનભંડારને જેટલા વિસ્તારમાં અત્યારે આપણે જોઈએ છીએ તેટલો વિશાળ તે વખતે ન હોય એ સ્વાભાવિક છે. જ્યારે જ્યારે કેના તરફથી ભંડારમાં પૂતિ કરવામાં આવી એ સંબંધી પૂર્ણ હકીક્ત મળી નથી, તેમ તેવી આશા પણ ન રાખી શકાય. ચાલુ શતાબ્દીમાં સં. ૧૯૨૦ માં ખરતરગીય શ્રીમાન ઋદ્ધિસાગરજી મહારાજ અહીં આવ્યા ત્યારે તેમના કહેવાથી શ્રીસંઘે કેટલુંક પુસ્તક
* વેરા ડેસા દેવચંદ અને તેમના વંશજેને ટુંક પરિચય “પૂરવણી ”માં કરાવાશે.