________________
બુત રીતે બાંધીને રાખવાં જોઈએ. જેન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે-“પુસ્તકને શત્રુની જેમ મજબુત બાંધવું” આને અર્થ એ છે કે મજબુત બંધાએલ પુસ્તકમાં શરદી પ્રવેશવા ન પામે. અધ્યયનાદિ માટે જે પુસ્તક બહાર રાખ્યું હોય તેનાં આવશ્યકીય પાનાં છુટાં રાખી બાકીનાને બાંધીને જ રાખવું. બહાર રાખેલ પાનાંને પણ વધારે પડતી હવા ન લાગે તે માટે કાળજી રાખવી.
ન હસ્તલિખિત ભંડારના કાર્યવાહકે ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી તેનું કારણ પણ પુસ્તકને હવા ન લાગે એ છે.
એંટી જતા પુસ્તક માટે—કેટલાંક પુસ્તકની શાહીમાં શાહી બનાવનારની અણસમજ અથવા ધૂર્તતાને લીધે ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી સહજ માત્ર શરદી લાગતાં તેના પાના ચાંટી જવાને ભય રહે છે. તેવાં પુસ્તકોના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો-ભભરાવો. એટલે તેના ચુંટવાનો ભય અ૫ થઈ જશે.
ચોટી ગએલ પુસ્તક માટે—કેટલાંક પુસ્તકને વધારે પ્રમાણમાં શરદી લાગવાથી તે ચૂંટીને રોટલા જેવાં થઈ જાય છે. તેવા પુસ્તકને ઉખેડવા માટે પાણીઆરામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભિનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવું. હવા લાગ્યા પછી ચેટી ગયેલ પાનને ધીરે ધીરે ઉખાડવાં. જો વધારે ચેટી ગયેલ હોય તે તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ સિવાય એ પણ એક ઉપાય છે કે-જ્યારે ચોમાસામાં પુષ્કળ વરસાદ વરસતો હોય ત્યારે ચેટી ગયેલ પુસ્તકને મકાનમાં ખુલ્લું મૂકી દેવું. અને હવા લાગ્યા પછી ઉપરની જેમ ઉખાડવું. ફેર ચાંટી ન જાય માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે.
તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેના આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરે ભૂસાવાને કે ખરાબ થવાને જરા પણ ભય રાખવો નહિ. પરંતુ ઈરાદા પૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું નહિ. પાનાં ઉખાડતી વેળાએ પાનાની લણ ત્વચા એક બીજા પાના સાથે ચેટીને તૂટી ન જાય તે માટે સાવધાનતા રાખવી.
આ સિવાય જ્ઞાનભંડાર રાખવાનાં સ્થાનો ભેજ રહિત તેમજ ચોમાસામાં પાણી ન પડે તેવાં હોવાં જોઈએ એ જગવિદિત છે. પુસ્તકનું રક્ષણ શાથી શાથી કરવું એ માટે કેટલાંક લિખિત પુસ્તકેના અંતમાં જુદી જુદી જાતનાં સંસ્કૃત પઘા લખેલાં હોય છે. જે ઉપયોગી હોવાથી આ ઠેકાણે ઉતારું છું
जले रक्षेत् स्थले रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या एवं वदति पुस्तिका ॥ अग्ने रक्षेत् जलाद् रक्षेत् मूषकेम्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ કાનિસ્ટ મૂકી દુલારના कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ भमपृष्ठकटिग्रीवं वक्रष्टष्टिरधोमुखम् ।
कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ જ્ઞાનપંચમી અહીં પ્રસંગેપાત જણાવવું જોઈએ કે-કાર્તિક શુક્લ પંચમીને જ્ઞાનપંચમી તરીકે ઓળખાવી દરેક શુક્લ પંચમી કરતાં તેનું માહાત્મ વધારેમાં વધારે ગાવામાં આવ્યું છે, તેનું યુક્તિ