________________
એ જ બસ ગણાશે. જેમ મહામાત્ય વસ્તુપાલઆદિએ પિતાપિતાના ગુરૂના ઉપદેશથી પુસ્તકે લખાવ્યાં છે તેમ ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રના આદેશથી ધરણશાહ, મહાપાધ્યાય શ્રીમહીસમુદ્રગણીના ઉપદેશથી નંદુબારનિવાસી પ્રાગ્વાટજ્ઞાતીય સંવ ભીમના પૌત્ર કાલુએ, આગમગથ્વીય––શ્રીસત્યસૂરિ જ્યાનંદસૂરિ વિકરત્નસૂરિ–આ ત્રણે એક જ ગુરુપરંપરામાં દૂર દૂર થયેલ આચાર્યોના ઉપદેશથી એક જ સંતતિમાં દૂર દૂર થયેલ પ્રાગ્વાટતીય પેથડશાહ, મંડલીક તથા પર્વત-મહાએ નવીન પ્રથ લખાવી જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. કેટલાક એવા ગ્રહો હતા, જેઓ કેઈ વિદ્વાન મુનિવરે નવીન ગ્રંથની રચના કરી હોય તેની એકી સાથે ઘણી નકલ લખાવતા. કેટલાક એવા પણ હતા જેઓ માત્ર કલ્પસૂત્રની જ પ્રતે લખાવતા અને પિતાના ગામના ઉપાશ્રયમાં અગર ગામે ગામ ભેટ આપતા. આ રીતે દરેક ગચ્છના આચાર્યાદિ મુનિવર્ગના પુણ્ય ઉપદેશથી ભિન્ન ભિન્ન જ્ઞાતિના સેંકડો ધર્માત્મા એક એક ગૃહસ્થે એક એક જ નહિ પણ અનેકાનેક જ્ઞાનભંડારે સ્થાપ્યા હતા. આ સૌના પવિત્ર નામનું
સ્મરણ કરવું શક્ય નથી, એ સ્થિતિમાં એક એક અગર તેથી વધારે પુસ્તકે લખાવનાર વ્યક્તિઓનાં પાંચ દસ નામની નોંધ લેવી તેના કરતાં તે સર્વ વ્યક્તિઓને હાર્દિક ધન્યવાદ અપ વિરમીએ એ વધારે યોગ્ય છે. જેઓ આ પુણ્ય પુરૂષનાં નામ તેમજ તેમને સવિશેષ પરિચય મેળવવા ઈચ્છતા હોય તેમને 3. કિલહેર્ન, ડૉ. પિટર્સન, સી. ડી. દલાલ આદિ સંપાદિત પ્રાચીન જૈન જ્ઞાનભંડારેના રિપોર્ટે જેવા ભલામણ છે.
૮ ધરણશાહે લખાવેલ છવાભિગમસૂત્રવૃત્તિ, ઓઘનિર્યુક્તિ સટીક, સૂર્યપ્રાપ્તિસટીક, અંગવિદ્યા, લઘુકલ્પભાષ્ય, સર્વસિદ્ધાન્તવષમપદપર્યાય, છનુશાસન આદિ પ્રતા જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. તેના અંતમાં નીચે લખેલને મળતા ઉલ્લેખો છે.
संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसरिपट्टालङ्कारश्रीगच्छनायकश्रीजिनभद्रसरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखितं शोधितं च । लिखापितं साहधरणाकेन सुतसाइयाહતા તે
૯ આ કાલુશાહનો પરિચય મેળવવા ઈચ્છનારે જૈનસાહિત્ય સંશોધક ૫૦ ૩ અંક ૨ માંને “નંદુરબારનિવાસી કાલુશાહની પ્રશસ્તિ ” લેખ જોવો. કાલુશાહની લખાવેલ વ્યવહારભાષ્યની પ્રતિ જેમ ભાવનગરના સંધના ભંડારમાં છે તેમ લીંબડીના ભંડારમાં પણ તેમની લખાવેલ આચારાંગનિર્યુક્તિ અને સૂત્રકૃતાંગવૃત્તિની પ્રતિઓ વિદ્યમાન છે, જેના અંતમાં વ્યવહારભાષ્યને અક્ષરશઃ મળતી પ્રશસ્તિ છે.
૧૦ આ સૌના પરિચયમાટે જુઓ પુરાતત્ત્વ વર્ષ ૧ અંક ૧ માને “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ” શીર્ષક મારો લેખ.
૧૧ આચાર્ય અભયદેવ ધર્મસાગરોપાધ્યાયાદિના ગ્રંથની પ્રશસ્તિમાં જે ગૃહસ્થોએ એકી સાથે પ્રેમપૂર્વક અનેક આદર્શો લખાવવાના પુણ્ય કાર્યમાં પોતાની લક્ષ્મીનો વ્યય કર્યો છે તેમનાં નામની નોંધ લીધી છે.
१२ लेखयित्वा वरान् कल्पान् लेखकै रूपसंयुतान् । गत्वा च सर्वशालासु स्वाञ्चलं यो प्रसारये (१)॥
गन्धारबन्दिरे तो झलमलयुगलादिसमुदयोपेताः । श्रीकल्पपुस्तिका अपि दत्ताः किल सर्वशालासु॥
निशीथचूणींनी प्रति पालीवाणा,