________________
ઉપર નિવેદન કરવામાં આવ્યું તેમ આજ સુધીમાં સેંકડે જ્ઞાનભંડારો ઉભા થયા અને કાળની કુટીલતાને બળે, રાજ્યની ઉથલપાથલને લીધે, જેન તિવર્ગની પતિતતાને કારણે, તેમ જ જૈન સમાજની અજ્ઞાનતાને લીધે પણ તે બધા ય શીર્ણ-વિશીર્ણ થઈ ગયા. ગૂજરાત મારવાડ મેવાડ દક્ષિણ બંગાળ આદિ દેશમાં વસતા પતિત યતિવર્ગે સેંકડો ભંડારો નષ્ટ કર્યાની વાત સૌ કોઈ જાણતું હશે. પરંતુ તે જ દેશોમાં વસતા અજ્ઞાન આગેવાન ગણાતા જેન ગૃહસ્થવર્ગે સ્વયં તેમજ કેટલીએક વાર અણસમજુ હેવા છતાં ચિરપ્રત્રજિત હોઈ મોટા તરીકે પંકાએલ અણસમજુ ૧૩મુનિવર્ગની પ્રેરણા કે સમ્મતિથી પુરાતન કીમતી પુસ્તકને ઉધાઈથી ખવાઈ જવાને કારણે, જીર્ણ થવાને લીધે, પાણીથી ભીંજાઈને ચોંટી જવાને અથવા બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઉથલ પાથલના સમયમાં એક બીજા પુસ્તકનાં પાનાઓ ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરીઆમાં અથવા જૂના કૂવામાં પધરાવીને નાશ કર્યાની ઘણા થોડાએને ખબર હશે. આ પ્રમાણે ફેંકી દેવાયેલ સંગ્રહમાં સેંકડો અલભ્ય દુર્લભ્ય મહત્ત્વના ગ્રંથ કાળના મુખમાં જઈ પડયા છે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતા પાનાઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવર્ગ કેટલાયે અશ્રુતપૂર્વ તેમજ લભ્ય પણ મહત્ત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢ્યા છે અને હજુ પણ શોધી કાઢે છે.
આ ઠેકાણે આ વાત લખવાનો હેતુ એટલો જ છે કે—જેઓ આ વાત વાંચે તેઓની નજરે ક્યારેય પણ તેવો અવ્યવસ્થિત પ્રાચીન પાનાઓને સંગ્રહ જોવામાં આવે તો તેઓ તેને કઈ પણ વિજ્ઞ મુનિ અગર ગૃહસ્થ પાસે લઈ જાય અને તેમ કરી નષ્ટ થતા કીમતી ગ્રંથને જીવિત રાખવાનું પુણ્ય અથવા યશના ભાગી થાય.
અત્યારે આપણું જમાનામાં જૈન મુનિવર્ગ તથા જૈન સંઘના સ્વત્વ નીચે વર્તમાન જે મહાન જ્ઞાનભંડારો છે તે બધાય ઉપરોક્ત જ્ઞાનભંડારોના અવશેષોથી જ બનેલા છે. અને એ જ્ઞાનભંડારની પુરાતત્વની દૃષ્ટિમાં જે દર્શનીયતા કે બહુમૂલ્યતા છે તે પણ એ અવશેષોને જ આભારી છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ અવશેષોને આપણે અનેક વિભાગમાં વહેંચી શકીએ. જેમ કે–સમર્થ જ્ઞાત કે અજ્ઞાત આચાર્યકૃત અલભ્ય દુર્લભ્ય ગ્રંથો તથા તેમના જ સુધારેલ સૂત્ર ભાગ ચૂર્ણ ટીકા આદિ ગ્રંથે. માન્ય ટીકા ચરિત્ર પ્રકરણ આદિ ગ્રંથની તેના કર્તાને હાથે લખાયેલ પ્રતો અથવા તેના પ્રથમાદર્શો અર્થાત ગ્રંથ રચાયા પછી વિશ્વસ્ત વિદ્વાન વ્યક્તિએ લખેલ પહેલી નલ. માન્ય આચાર્યાદિ મહાપુરુષના હસ્તાક્ષરો. પ્રાચીન માન્ય ગ્રંથોના પુરાતન આદર્શા–નલે. માન્ય રાજા મંત્રી ગૃહસ્થ આદિએ લખાવેલ પ્રતિઓ. સચિત્ર પુસ્તક. કેવળ ચિત્રો. સ્વર્ણાક્ષરી રૂપાક્ષરી પુસ્તકો ઇત્યાદિ. સાધારણ ખ્યાલમાં આવવા માટે જ આ વિભાગની ક૯૫ના છે.
જ્ઞાનભંડારોનું રક્ષણ, આ સ્થાને રક્ષણના બે વિભાગ પાડીશું–એક તે રાજદ્વારી આદિ કારણોને અંગે થતી ઉથલપાથલના જમાનામાં આવેશમાં આવી વિપક્ષી કે વિધમાં પ્રજાદ્વારા નાશ કરાતા જ્ઞાનભંડારોનું રક્ષણ અને બીજો શરદી આદિથી નાશ થતા જ્ઞાનભંડારોનું રક્ષણ.
૧૩ અહીં કરાયેલ મુનિવર્ગનો ઉલ્લેખ ઘણાને કલ્પિત લાગશે, પરંતુ તે રીતે વહેતી નદીઓમાં અને કૂવામાં પધરાવી આવનાર ગૃહસ્થના મોઢેથી સાંભળેલી આ વાત છે. આ સિવાય પાલીતાણામાં ભીતે ઉપરના વસ્તુપાલ આદિના શિલાલેખે જીર્ણ અવસ્થામાં આવી જવાને કારણે ભીતોની શોભામાં ઘટાડો થતા હોવાથી તેને સીમેન્ટ તેમજ રંગથી પૂરી દેવાની સલાહ પણ આવા મહાત્માઓ તરફથી મેળવી તેને પૂરી દીધાની વાત ત્યાંના ઘરડા કારભારીઓ સંભળાવે છે. અસ્તુ. જ્યાં વહીવટ કરનારાઓ નિષ્ણાણુ હોય ત્યાં આથી બીજી શી આશા રાખી શકાય ?