________________
કુમાર પાલપ્રબંધમાં છે. મહારાજા કુમારપાલને માટે પણ "કુમારપાલપ્રબંધાદિમાં એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાને તથા પોતાના રાજકીય પુરતકાલય માટે જૈન આગમગ્રંથો અને આચાર્ય હેમચંદ્ર વિરચિત યોગશાસ્ત્ર-વીતરાગસ્તવની હાથપોથી સ્વર્ણાક્ષરે લખાવ્યાની નેધ છે. આ સિવાય અન્ય રાજાઓએ જૈન ગ્રંથ લખાવ્યા હશે તેમ જ જૈન જ્ઞાનભંડારોની સ્થાપના પણ કરી હશે પરંતુ તે સંબંધી ખાસ ઉલ્લેખ નહીં મળવાથી તે માટે મૌન ધાર્યું છે.
મંત્રિઓએ સ્થાપેલ જ્ઞાનભંડાર–મંત્રિઓમાં જ્ઞાનભંડાર લખાવનાર પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતીય મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને ઓસવાળ જ્ઞાતીય માંડવગઢના મંત્રી પેથડશાહ ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ નાગૅદ્રગર છીય આચાર્ય વિજયસેન તથા ઉદયપ્રભસૂરિના ગૃહસ્થ શિષ્ય હતા. તેમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારો લખાવ્યાની નોંધ જિનહર્ષગણિત વસ્તુપાલચરિત્ર ઉપદેશતરંગિણી આદિમાં નજરે પડે છે. મંત્રી પેથડશાહ તપગચ્છીય આચાર્ય ધર્મ જોષસૂરિના શિષ્ય હતા. તેમણે આગમશ્રવણ કરતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગેમનામની સોનાનાણથી પૂજા કરી, તે એકઠા થયેલ દ્રવ્યથી પુસ્તકે લખાવી ભરૂચ આદિ સાત સ્થાનોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ સિવાય મંત્રી વિમલશાહ મહામાત્ય આદ્મભટ (આંબેડ) વાગભટ (બાહડ) આદિ અન્ય મંત્રિએ જ્ઞાનભંડારો અવશ્ય લખાવ્યા હશે. પરંતુ તેને લગતાં કશા પ્રમાણે જોવામાં આવ્યાં નથી.
ધનાઢય ગૃહસ્થાએ સ્થાપેલ ભંડાર–ત્રીજા વર્ગમાં ધનાઢય ગૃહસ્થ આવે છે. તેમના નામેની પૂરી નૈધ આપવી એ તે શક્ય જ નથી, છતાં જે નામો આપણું સમક્ષ વિદ્યમાન છે તેની સપ્રમાણ નોંધ કરવા જઇએ તે પ્રસ્તુત અવલોકનને કીનારે જ મૂકવું પડે. એટલે ફક્ત વાચકને સાધારણ રીતે ખ્યાલમાં આવી શકે તેટલા ખાતર તેવા ધર્માત્મા ગૃહસ્થોનાં પાંચ નામનો પરિચય આપવો
५ जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशाङ्गद्वादशोपाङ्गादिसिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैर्लेखिता। योगशास्त्रवीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः સૌsurfક્ષા તરતાં વિતા | સફાન્ટેલ સ્ટિનિત ( પત્ર ૨૬-૧૭ | ફુડ ઇના
ઉપદેશતરંગિણીમાં ૨૧ જ્ઞાનકેશ સ્થાપ્યાનું જણાવ્યું નથી. કિન્તુ જૈન આગમની સાત પ્રતિઓ તથા હેમચંદ્રકત ગ્રંથોની એકવીસ પ્રતિએ લખાવ્યાનું જણાવ્યું છે
श्रीकुमारपालेन सप्तशतलेखकपाश्र्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरणचरित्रादिग्रन्थानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ पत्र १४०॥
૬ વસ્તુપાલ ચરિત્રમાં ત્રણ ભંડાર લખાવ્યાનું જણાવેલ છે. ઉપદેશતરંગિણીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે.
श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिखिता, अपरास्तु श्रीताडकागदपत्रेषु मषीवर्णाश्चिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः લિતા: આ પત્ર ૨૪ર
७ श्रीधर्मघोषसरिप्रदत्तोपदेशवासितचेतसा सं०(म) पेथडदेवेन एकादशाङ्गी श्रीधर्मघोषसरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमाङ्गमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तन्नामरामणीयकप्रमुदितः सौवर्णटङ्क कैः पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समनागमादिसर्वशास्त्रासंख्य पुस्तकलेखनतत्पडकूल वेष्टनकपट्टसूत्रोत्तारिकाकाश्चनયાતિવારઃ સરતમાઇનાઃ મૃગુજરઇ-જુનારિ-ભrevસુ-સર્વાધિરાनेषु बिभराम्बभूविरे ॥पत्र १३९ ॥
સુકતસાગર મહાકાવ્યના સાતમા તરંગમાં પેથડપુસ્તકપૂજાપ્રબંધમાં પણ આને મળતે જ ઉલ્લેખ છે. માત્ર ત્યાં ધર્મષસૂરિની આજ્ઞાથી કેાઈ સાધુએ આગમ સંભળાવ્યાનું જણાવવામાં આવેલ છે. - આરિતાડ તો ગુઘવિદ્યારિવાવિતા કાવ્ય | ૨૦ | ઈત્યાદિ,