________________
मांडवीबंदर शाकमली-मुंबइ. વે. પછી રક્ષાસાધ્વીએ પૂછ્યું- હે ભગવાન મહારે ભાઈ સાધુ કાળ કરીને કિહાં ઉપન્યા ત્યારે ભગવાને કહ્યું –પહેલા સુધર્મ દેવલેને વિષે મહા રીદ્ધિવંત, તેજવંત દેવપણે ઉપજે, અને સાધુ તપના પ્રભાવથકી મુક્તિને પામશે. એહવા પ્રભુજીનાં વચન સાંભળી યક્ષા સાવી મનમાંહે હર્ષ પામી જયારે ચાલવા માંડયું, ત્યારે પ્રભુજીએ ચાર ચૂલિકા' કહી તે સાંભળતાંવાર મુખપાઠ થઈ ગઈ. પછી શાસન દેવતાએ યક્ષાને ઉપાડીને શ્રી સંઘ મધ્યે મૂકી, ત્યારે યક્ષાયે શ્રીગુરૂ અને શ્રી સંધ આગળ શ્રીયકની સદ્ગતિ પામવાનું સ્વરૂપ કહ્યું, અને તે ચાર “ચૂલિકા શ્રીગુરૂને આપી. ગુરૂએબે ચૂલિકા દશવૈકાલિકના છેડે નાંખી અને બે ચૂલિકા આચારાંગના છેડે નાંખી. પછી ચલાસાધ્વી પિતે વિશેષ તપ કરવા લાગી.
હવે શ્રીગુરૂ ઉપદેશ આપે છે કે –જે પ્રાણિ અષ્ટમાદિ પર્વતિથિને વિષે તપ કરે, તે અનુક્રમે કર્મ ક્ષય કરીને મેક્ષે જાય. તપ કે છેક નિકાચિત કર્મને છેદણહાર તથા મહા લાભકારી છે.
વળી શ્રી ગુરૂ કહે છે કે, પિરસીથી માંડીને ઉપવાસ પર્યત મુનિમજ તપ કરતે થે, તે નારકીના છ હજાર (લાખ) વરસ માંહે જેટલાં કર્મ ન ડે, તેટલાં કર્મ શુભ ભાવે મુનિરાજ અથવા સમ્યગદ્રષ્ટિજીવ કર્મ ખપાવે; તે માટે તપને વિષે ઉદ્યમ કરે. વળી તપ કેવો છે તે છે, કર્મનું ચુર્ણ કરે, અઘોર મહા પાપનાં કારણ કીધાં હોય તે પણ તપને પ્રભાવે સર્વ ચૂ થઈ જાય. જે દુષ્કર વસ્ત હોય તે પણ તપથી સિદ્ધ થાય છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org