________________
(૧૩૫) ત્યારે ઉદ્યમી થવું જોઈએ. છેવટે બે વખત પ્રતિક્રમણ સામાયક, અવશ્ય કરવાને નિયમ હવે જોઈએ. આજકાલ વિકથામાં કલાકના કલાકે નીકળી જાય, પ્રમાદ નિદ્રા ચા નાટક ચેટકમાં પહારના પહોર ચાલ્યા જાય પણ ફક્ત બે ઘડીના સામાયિકની ફુરસદ ન મળે તે જીની હીન પુણ્યાઈ સમજવી. સમજુને વિવેકી શ્રાવકે અવશ્ય સામાયિક કરવાને ખપ કરવું જોઈએ. વળી સામાયિકમાં થતા બત્રીશ દેને જાણી તેને વર્જવા જોઈએ.. પણ સામાયિક લઈ બે ઘધને કાળ જેમ તેમ પૂર્ણ કરે યા નિદ્રા લેવા કે નકામી પરચુરણ વાર્તામાં વખત કાઢયા વાદ વિવાદની વાતે કહાડી ચર્ચા ઉઠાવવી તે યુક્ત નથી. જુઓ કે કુમારપાલ મહારાજ સામાયકમાં ગુરૂમહારાજ શિવાય અન્ય સાથે બેલતા પણ નહિ તે કેટલે અભ્યાસ કરતા તે જ તેમને આદર-વિવેક દર્શાવી આપે છે. તે સામાયિક અંગીકાર કરી નિત્ય જ્ઞાનાભ્યાસ વધાર, તત્વની વાત સમજવી તથા સમભાવમાં વર્તવું.
દશમું બત. દશમા વ્રતમાં ચોમાસામાં રણસંગ્રામ ન કરે. ગઝનીને સુલતાન આવતે છતે પણ નિયમથી ચલાયમાન થયા નહોતા. - શ્રાવકે દશમાવતને વિષે ચાર નિયમને અતિસંક્ષેપ કરછે. તે દિવસે વર્તમાન પ્રવૃત્તિને અનુસાર ઉપાશ્રયને વિષે દશ સામાયક કરવાં અને યથાશક્તિ ઉપવાસ એકાસણુ કરવું, ધર્મ ધ્યાનમાં પ્રવર્તવું. આ દશમું વ્રત મૈથુનના ત્યાગી તથા રાત્રે કામકાજની જેઓને ઉપાધિ નથી તેઓને સંધ્યાથી લઇ પ્રાતકાળ પર્યંત ચાર પહેરનું દેશાવકાશિક જ્યારે ધારે ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org