________________
(૧૩ર) થવા પામે છે, ભક્ષ્યાભશ્ય પિયાપેયને વિચાર રહેતું નથી, ફેશન (મોજશોખની ફિશીયારી) માં ફસાઈ જવાય છે, બહુધા ઇન્દ્રિઓ કાબુમાં નહિ રહેવાથી વિષયી-લંપટી બની જાય છે અને તેના લીધે કેટલાએક તે મહા રેગેને વશ પડી દેશમાં આવતાં થોડા અરસામાં પરફેકગમન કરી જાય છે અને અંતે કાંઈ ધર્મસંબલ પામી શકતા નથી. આર્ય દેશપણું મહાપુણ્ય ભેગે પામી શકાય છે પણ જે પ્રાણિઓ આજીવિકા માટે યા કર્મને વશ થઈ જશેખ કે માન પાનની ખાતર દુર દેશમાં ભ્રમણ કરી જીવિત પાયમાલ કરે છે તેઓએ કુમારપાળ મહારાજને ધડ લેવું જોઈએ.
સાતમું વ્રત. કુમારપાળ મહારાજને મધ, માંસ, મધ, માખણ, બહુ બીજ, પાંચ જાતિના ઉદુંબર ફલ, અભક્ષ્ય, અનંતકાય, ઘેવર આદિકને નિયમ હતે. દેવ પાસે નહિ ધરેલાં વસ્ત્ર ફલ તથા આહાર આદિકને ત્યાગ હતે. ધયા પછી બાકીનું વાપરતા. એક પાન રૂપી સચિત્ત અને તેના પણ એક દિવસમાં આઠ બીડા ખપતા; રાત્રિએ ચારે પ્રકારના આહારનો નિષેધ હતું, વર્ષાકાળમાં એક ઘીની વિગય છુટી હતી. શાવલ (લીલેરી) શાકને ત્યાગ હતા, નિત્ય એકાશન કરતા, પર્વને દિવસે મૈથુન, વિગય તથા સચિત્તને ત્યાગ હતે.
શ્રાવકેએ કુમારપાળ મહારાજની જેમ બાવીશ અભક્ષ્ય અનંતકાય (જેનું વિવરણ વિસ્તારથી અગાઉ લખવામાં આવેલ છે) ને સમજપૂર્વક ત્યાગ કરે. વસ્ત્રને ઉપયોગ માટે ચા વ્યાપારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org