________________
(૧૯) એવી રીતે સર્વ સૈન્યને મેલાપક હતે. ઈત્યાદિ. (શ્રાવકે ઉપર મુજબ કુમારપાલ મહારાજના પરિગ્રહનું પરિમાણ જાણી જેમ બને તેમ અ૫ પરિગ્રહ રાખવે. કેમકે પરિગ્રહ તે પાપનું મૂળ છે, પુણિયા શ્રાવકની જેમ સતેષવૃત્તિ ધારણ કરવી. પરિ. ગ્રહ રૂપી ગ્રહથી સર્વ જગત પ્રાયઃ સાયેલું છે. મુનિપણું ધારણ કરી પરિગ્રહ, ધન, કંચન, સ્ત્રી પ્રમુખને વિષે મૂછ ધારણ કરે છે, તેઓ શ્રાવકથી થતા દાન ધર્મથી ભ્રષ્ટ થાય છે અને પંચ મહાવ્રતથી વિમુખ થઈ અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થાય છે; તેવા વેશ વિંડબક, લંપટી, છત્ર ધારણ કરનાર–કરાવનાર, પાલખી મીયાનાને વિષે આરૂઢ થનાર, રેલ પ્રમુખ વાહનને વિષે મુસાફરી કરી પોતાને સત્ય માર્ગપાલક કહેવરાવનાર, પગમાં બુટ મોજાં ચાંખડી પ્રમુખ ધારણ કરનાર, તબલ-પાન ચાવનાર, હાથમાં (ફેશનેબલ) સુરોભિત લાકડી છત્રી રાખનાર, રાત્રિ ભોજન કરનાર, યતણિઓ શખનાર, જિન માર્ગના ઉલટ પુલટ પ્રકાશક, સચિત્ત પાણી વાપરનાર, આરંભાદિકરનાર અને કરાવનાર, ગાદી તકીયાના માલેક, ભક્ષ્યાભશ્ય પિયારેય વિચાર નહિ રાખનાર, પીળાં કપડાં પહેરવામા સંવેગી મનાવનાર-કોને ઠગનાર, દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરનાર, જિન મંદિરનું ઉપરીપણું ધરાવનાર, ઉપાશ્રયના માલિક થઈ બેસનાર, પિતાની માનતા-પૂજા કરાવનાર, પિતાના પગલાં યા મૂર્તિ સ્થાપન કરનાર-કરાવનાર, ગુણ નહિ છતાં શ્રીપૂજ્ય, પંન્યાસ, આચાર્ય, ઉપાધ્યાય, ભટ્ટારક, પ્રમુખ પદ્ધી ધારણ કરી કરનાર, મંત્ર જંત્ર દોરા ધાગા કરનાર, ગૃહસ્થ પ્રમુખને ઓષધાદિ આપનાર-બતાવનાર, પ્રતિક્રમણાદિ ક્રિયાથી વિમુખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org