________________
(૧૭)
પ્રાતઃકાળે ચારિત્ર અંગીકાર કર્યું. સર્વથી આશ્ચર્યજનક શ્રી સ્થલિભદ્ર સ્વામિનું ચરિત્ર છે કે જેણે કેશ્યા વેશ્યાને ત્યાં બાર વર્ષ
પર્યત રહ્યા છતાં પણ ચારિત્ર લઈને તેજ કશ્યાને ત્યાં ચાતુમિસ રહી ષસ ભોજન કરતાં, કેશ્યાના અનુકુલ ઉપસર્ગ પ્રમુખ છતાં કામરાજને પરાજય કર્યો. શાસ્ત્રને વિષે અનેક દષ્ટાંતે છે તેને ધડ લઈ શ્રાવકેએ બને તે સર્વથા મિથુનત્યાગ છેવટ સ્વદારાસતેલી અવશ્ય થવું જોઈએ. તેમાં પણ પર્યુષણાદિક છ અઠ્ઠાઈઓ, કલ્યાણકના દિવસે અને બારતિથિના દિવસને વિષે સર્વથા મિથુનને ત્યાગ કરે જઈએ. વળી ઉત્તમ શ્રાવક તથા શ્રાવિકાએ આ સંસારના પ્રત્યક્ષ વૈરાગ્યજનક નાટકને વિચાર કરી કામને ઉત્તેજક, પૈસાનું પાણી કરનાર તથા ઉજાગરાથી શરીરને હાનિકારક અને વખતને ગેર ઉપ
ગ કરવાવાળાં નાટક પ્રમુખને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. કારણ કે પ્રાયઃ ઘણું જ નાટકમાં મન અને વચનથી પરવશ થઈ મહાકર્મ બાંધે છે. ચતુર્થ વ્રત પાળવાના ઈચ્છકેએ રસનેદ્રિયને બરાબર વશ રાખવી જોઈએ. બને ત્યાં સુધી અચિત્ત જલ વાપરવું, માદક પદાર્થોથી દૂર રહેવું, ચક્ષુ ઇંદ્રિયને મર્કટની જેમ
જ્યાં ત્યાં દેડવા ન દેતાં વશ રાખવી, ચાલતાં પણ પ્રાયઃ નીચી દ્રષ્ટિ પૂર્વક ચાલવું, નવ વાડાનું સ્વરૂપ સમજી બરાબર પાળવી, એકાંતમાં પરસ્ત્રી સાથે તે શું પણ સ્વમાતા કે બહેન સાથે પણ રહેવું નહિ–વાત કરવી નહિ, ત ને અવશ્ય ત્યાગ કર અને પૂર્વે થએલા મહા શિયલવંત પુરૂષનાં ચરિત્ર વિચારી મનથી પણ અબ્રહ્મને ત્યાગ કરે. પંચ મહાવ્રત ધારક મુનિઓ તથા સાધ્વીઓએ ચતુર્થ વ્રતના રક્ષણ માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org